Abtak Media Google News

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગુજરાત રાજય યુવક બોર્ડ પ્રેરીત તેમજ જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર દ્વારા આયોજીત જિલ્લામાં નવા રચાયેલ સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને કીટ વિતરણ સમારોહ-૨૦૧૯નું આયોજન તા.૫ માર્ચ-૨૦૧૯ને મંગળવારના રોજ બપોરે ૩-૦૦ કલાકે મંગલ ભુવન, શ્રધ્ધા હોટલની સામે, વઢવાણ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમા જિલ્લાના તમામ તાલુકા અને નગરપાલિકાના ૬૫૦ જેટલા નવા રચાયેલ સ્વામી વિવેકાનંદ મંડળોના ગામ સંયોજક અને વોર્ડ સંયોજકને સ્પોર્ટસ (ક્રિકેટ અને વોલીબોલ)ની કીટનું વિતરણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પાણી પુરવઠા, ગ્રામ ગ્રૃહ નિર્માણ અને પશુપાલન અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ લોકસભા સંસદસભ્ય  દેવજીભાઈ ફતેપરા, જિલ્લા પંચાયત પ્રમુખ મતી કલ્પનાબેન ધોરીયા, વઢવાણ, ચોટીલા, પાટડી, લીંબડી, ધ્રાંગધ્રા તાલુકાના ધારાસભ્યઓ, વઢવાણ નગરપાલિકા પ્રમુખ, ઝોન સંયોજક, જિલ્લા સંયોજક તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવશે. સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને કીટ વિતરણ સમારોહ-૨૦૧૯માં પધારવા જાહેરજનતાને અને યુવાનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.