Abtak Media Google News

સ્ટાર્ટઅપ- ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇનોવેશન ખાસ ડોમ: સબસિડીનો લાભ મળશે

સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડલ દ્વારા રાજકોટમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળાના આયોજનને લઈ તડામાર તૈયારીઓ શ‚ થઈ ગઈ છે. આ મેળામાં દેશ-વિદેશથી અનેક ડેલીગેટસ હાજર રહી સૌરાષ્ટ્રનાં ઉધોગપતિઓને વિવિધ તકો પુરી પાડશે તેવું આજરોજ અબતકની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળે કહ્યું હતું.  સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મહામંડળ દ્વારા ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૦ દરમ્યાન આંતર રાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ સહયોગી સંસ્થા તરીકે ૩૦ થી વધુ સંસ્થા-એસોસીએશન જોડાયેલા છે. આજના સુસ્ત સ્થાનીક બજારના માહોલમાં ઓછા ખર્ચે વિદેશી વેપાર  ગોઠવવાનીએક સુંદર તક એસવીયુએમ ૨૦૨૦ ઇન્ટરનેશનલ ટ્રેડ શો દ્વારા પુરી પાડવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં લગભગ ૮૦૦ વિદેશી ગ્રાહકો રાજકોટ આવી ચુકયા છુ. અને આ વર્ષે લગભગ ૧પ૦ વિદેશી ગ્રાહકો આવે તેવું આયોજન થઇ રહ્યું છે. આ તકેનો લાભ લેવા વ્યાપાક ઉઘોગ જગતને ને અનુરોધ છે.

આજ સુધીમાં અફધાનિસ્તાન ર૭, અલ્જીરિયા ૪, બાંગ્લાદેશ પ, બેલારુમ ૧, બુકિંના ફાસો૧, કોગો પ સેઝ રિપબ્લિક ૪, ઇથોપિયા ર, ધાના ર, ગીની ૧, મ્યાનમાર ર, નાઇજીરિયા ૧, પોર્ટુગલ ર, કોંગો રિપબ્લિક ૧, સિંગાપોર ૧, સ્લોવાકિયા ૭, શ્રીલંકા ર, સુદાન ૩૩, ટોગો ૧૪, ઉઝબેકિસ્તાન ર, ઝામ્બિયા ૩, ઝિમ્બાબ્વે ૧ ડેલીગેટસ થયેલ છે. હજુ વધુ દેશો માંથી ક્ધફમેશનની રાહ જોવાઇ છે.

એમએસએઇ સબસીડીનો લાભ વહેલો તે પહેલો ના ધોરણે ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ સુધી જ મળવા પાત્ર રહેશે જેની નોંધ લેવા વિનંતી છે. સ્ટોલ બુકીંગ માટે વધુ માહીતી માટે જીગ્નેશ સોઢા વોટસએપ નંબર ૮૧૨૮૪ ૧૧૪૫૬ પર સંપર્ક કરવા જણાવાયું છે. સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મહામંડળ દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય  વેપાર મેળાને સફળ બનાવવા મહેશ નગદીયા, જીવણ લાલ પટેલ, ગૌતમભાઇ ધમસાણીયા, મૌતિકભાઇ ત્રિવેદી, ધીમંત મહેતા, દિનેશભાઇ વસાણી, મહેશભાઇ મહેતા, કેતનભાઇ વેકરીયા, મયુર ખોખર, રોનકભાઇ વખારીયા, દિનેશભાઇ તોગડીયા, શરદ વિઠલાણી, હાર્દિકભાઇ પોપટ, મનીષભાઇ નાકરાણી, પ્રશાંતભાઇ ગોહેલ, રમેશભાઇ (વેન્ટો સિરામીક -મોરબી) વિરલ રુપાણી: રીતેશભાઇ તન્ના સહીતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

આ શોમાં ભાગ લેવાથી મળતી તક

  1. સ્ટોલ રેઇટમાં પ૦ ટકાથી ૮૦ ટકા એમએસએમઇ સ્કીમ હેઠળ સબસીડીનો લાભ
  2. ૧પ૦ કરતાં વધુ વિદેશી ગ્રાહકો સાથે મીટીંગ કરવાની તક
  3. વિદેશી ગ્રાહકોને ફેકટરી વીઝીટ કરાવવાની તક
  4. તમામ સેમ્પલ શો માં આવેલ વિદેશી પ્રતિનિધિઓના માઘ્યમથી વિદેશમાી પહોચાડવાની અમુલ્યતક
  5. જે દેશના પ્રતિનિધિ આવ્યા હોય એ લોકો સાથે જો અત્યારથી જ વ્યવસ્થિત સંપર્ક જેતે દેશમાં નેટવર્ક ગોઠવવાની તક
  6. ભૂતકાળમાં આવેલ ૧૮૦ ડેલીગેટસની માહીતી- ડેટા આપવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.