Abtak Media Google News

એસ.પી. રાહુલ ત્રિપાઠી પી.આઇ.ડી.ડી. પરમાર મહિલા પી.એસ.આઇ. અર્ચનાબેન ખુમાણ સહિતના સ્ટાફે ૧૨ કલાકમાં જ ચોરને પકડી પાડતા  મહિલા એડવોકેટે અભિનંદન પાઠવ્યા

સુત્રાપાડા શહેરની મધ્યમાં “માધવ લેન્ડ-રેવન્યુ સર્વિસીસ નામે મોટી ઓફિસ ધરાવતા હોય તેમના મોટા કારોબાર ને લઈને મોટા સ્ટાફ ધરાવતા હોય તમામ પ્રકારના દસ્તાવેજો અને રેવન્યુનું કામ કરતા હોય ઈ-સ્ટેમ્પિગ નું લાયસન્સ ધરાવતા હોય રોજ બરોજના નાણાંકીય વ્યવહારો સાચવવાના કામે તેમના સ્ટાફગણને અવાર-નવાર એ.ટી.એમ. થી નાણાં ઉપાડવા તેમજ જમા કરાવવા મોકલતા હોય જેમાં એક દિવસમાં રૂપિયા દશ હજાર તથા રૂપિયા પાંચ હજાર ઉપરા ઉપરી બે વાર નાણાંની ઉપાડ થઈ આવ્યાનું મોબાઈલ મેસેઝથી ધ્યાને આવતા આ નાણાં કોણે ઉપડ્યા એ અંગે સ્ટાફ માં પૂછપરછ કરવા માં આવેલ છતાં નાણાં ઉપડ્યા અંગે કોઈજ કબુલાત ન થતા અને પરિણામ ન મળતા આ બાબતે બેંક મેનેજર ને રૂબરૂ મળી આ બાબતે લેખીત ફરિયાદ કરતા જેની ખૂબ લાંબા સમય બાદની તપાસ માં માત્ર ટ્રાન્જેકશન સકસેસ ફૂલ થઈ આવેલ હોવાનું જણાવતા આ વાતથી ઉષાબેનને સંતોષ ન થતા આ બાબતે એસ.પી. રાહુલ ત્રિપાઠી ને રૂબરૂ માલી આ નાણાંકીય ઉચાપત બાબતે રૂબરૂ લેખીત રજુઆત કરાતા એસ.પી. રાહુલ ત્રિપાઠી એ તાકીદે આ બાબતે પી.આઈ. ડી.ડી.પરમાર ને યોગ્ય કરાવવા જણાવતા પી.આઈ. ડી.ડી.પરમાર એ ફરિયાદીને  રૂબરૂ બોલાવી જાત માહીતી મેળવી આ ઉત્સાહી અને બાહોશ અધિકારી પી.આઈ. ડી.ડી.પરમાર એ મહિલા પી.એસ.આઈ. અર્ચનાબેન ખુમાણ મેડમને આ બાબતે તાકીદે તપાસ કરી રિપોર્ટ આપવા આદેશ કરતા ઉત્સાહી એવા આ મહિલા પી.એસ.આઈ. મેડમએ એ.એસ.આઈ. લક્ષ્મીબેન મોરી, પોલીસ કોન્સ્ટેબલ હિરેનભાઈ મકવાણા તથા હરસુખભાઈ ચાંડપાને સાથે રાખી તાકીદે તપાસ હાથ ધરી માત્ર  ૧૨ કલાક માંજ આરોપીને ઝડપી પાડી ઉષાબેન કુસકીયાને જાણ કરતા ઉષાબેન કુસકીયા પોલીસ તંત્રની અસરકારક અને પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી અને આ બાબતે એસ.પી. રાહુલ ત્રિપાઠી , પી.આઈ. ડી.ડી.પરમાર , મહિલા પી.એસ.આઈ. અર્ચનાબેન ખુમાણ મેડમ, એ.એસ.આઈ. લક્ષ્મીબેન મોરી, પોલીસ કોન્સ્ટેબલ હિરેનભાઈ મકવાણા તથા હરસુખભાઈ ચાંડપાને રૂબરૂ મળી આભાર વ્યક્ત કરતા અભિનંદન પાઠવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.