ભકતોને ઘરમાંજ આરામ ફરમાવવા સુતા હનુમાનનો સંદેશો

48

શહેરમાં સુપ્રસિઘ્ધ એક માત્ર સૂતા હનુમાન જે કોઠારીયા રોડ ખાતે બિરાજમાન છે દર શનિવારે અહીં ભકતોની લાંબી લાઇનો લાગે છે ત્યારે આજે તો હનુમાન જયંતિ હોય પરંતુ કોરોનાની મહામારીમાં ભકતો બડે બાલાજીના દર્શન કરી શકતા નથી.

આજે કોરોનાએ આક્રમણ મચાવ્યું છે ત્યારે આજે જેમ બડે બાલાજી આરામમાં છે તેમ ભકતજનો પણ ઘરમાં જ રહી આનંદ મેળવી હનુમાન ભકિત કરી રહ્યા છે. સુપ્રસિઘ્ધ બડે બાલાજીની સ્થાપના ઇ.સ. ૧૯૭૦ માં કમલદાસ બાપુ ગુરુ સર્વેશ્ર્વરદાસજીબાપુ આદિ દ્વારા કરવામાં આવી છે અહીં બાલાજીની સુતેલી ભવ્ય મૂર્તિ સૌ કોઇને અભિભૂત કરે છે જે ર૧ ફુટ લાંબી છે.

Loading...