Abtak Media Google News

બોલીવુડ એકટર સુશાંતસિંહનું ગુજરાતી ફિલ્મમાં પદાર્પણ

અર્બન ગુજરાતી ફિલ્મ ‘ચીલઝડપ’ ૬ સપ્ટેમ્બરના રોજ રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મના ડિરેકટર ધર્મેશ મહેતા, પ્રોડયુશર રાજુ રાજ સિંઘાની, મ્યુઝિક પિયુષ કનોજીયા, લેખક વિહંગ મહેતા, ગીતો નિરેન ભટ્ટના છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં  દર્શન  ઝરીવાલા, સોનિયા શાહ, જીમીત ત્રિવેદી અને સુશાંતસિંહ છે. બેંક રોબરી અને ચોર પોલીસના પકડદાવની આજુબાજુ ફરતી આ ફિલ્મમાં મુંબઈમાં રહેતી રીચા એટલે કે, સોનિયા શાહ એક બેંકમાં કામ કરે છે. તે પોતાના શોખ પુરા કરવા માટે બેંકમાં ગફલા કરે છે. એકવાર તેનો પનારો ડ્રગ્સ ચોર ગોપી જયસ્વાલ એટલે કે સુશાંતસિંહ સો પડે છે અને બેંકમાં રોબરી થાય છે. ત્યારબાદ આ રોબરી કેસની તપાસ એસપી ગોહિલ એટલે કે દર્શન ઝરીવાલાની એન્ટ્રી થાય છે. ફિલ્મમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે બોલીવુડના ફેન રસિક બ્રહ્મભટ્ટ એટલે કે, જીમીત ત્રિવેદીની આખી સ્ટોરીમાં અનાચક એન્ટ્રી થાય છે. રસીકની પત્ની રીચા જેવી જ દેખાય છે અને રસીક તેની પાસેી પૈસા કઢાવવાનું નકકી કરે છે. બસ પછી શરૂ  થાય છે. ચોર પોલીસનો પકડ દાવ, પછી કોણ જીતે છે ? કોણ કોને દગો દે છે તે  ખૂબજ રોમાંચક રીતે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, બોલીવુડ એકટર સુશાંતસિંહ આ ફિલ્મી ગુજરાતી ફિલ્મોમાં પર્દાપણ કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.