Abtak Media Google News

સસ્પેન્ડર એ એક મેન્સ ઍક્સેસરી છે જેનો ઉપયોગ જો સમજદારીપૂર્વક કરવામાં આવે તો એક સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની શકે

સસ્પેન્ડર શું છે? પહેલાં ટ્રાઉઝર લૂઝ આવતાં હતાં. ટ્રાઉઝર કમરથી નીચે ન ઊતરી જાય એ માટે સસ્પેન્ડર પહેરવામાં આવતા. સસ્પેન્ડર એટલે એક જાતના ઇલેસ્ટિક બેલ્ટ જે શોલ્ડર પરથી પહેરવામાં આવે છે, જેના બન્ને છેડા ટ્રાઉઝર સાથે જોડવામાં આવે છે. ખાસ કરીને ટ્રાઉઝર કમરથી નીચે ન ઊતરી જાય એ માટે સસ્પેન્ડર પહેરવામાં આવતા. ત્યાર બાદ એમાં થોડા ચેન્જિસ આવ્યા. જેમ કે બિઝનેસ માટે અલગ ટાઇપના તો કેઝ્યુઅલ લુક માટે અલગ આવે છે. અહીં આપણે સસ્પેન્ડરની બે મેઇન સ્ટાઇલ વિશે જાણીએ.

બેક ટુ બેક એટલે  જે બેલ્ટ શોલ્ડર પરથી પાછળ જાય છે એ સેન્ટરમાં ભેગા થાય અને એની ક્લિપ માત્ર સેન્ટરમાં જ હોય અને પાછળથી એનો શેપ આલ્ફાબેટ ક્ક જેવો લાગે છે. આમ તો કોઈ પર્ફેકટ મેઝરમેન્ટ નથી સસ્પેન્ડર પહેરવા માટે, પરંતુ તમારી બોડીને અનુરૂપ પહેરવા. જેમ કે જો તમારે માપસર પહેરવા હોય તો આગળના જે બેલ્ટ છે એને બેલ્ટ-લૂપની બાજુમાં ભરાવવા અને પાછળનો જે બેલ્ટ છે એને સેન્ટરમાં જે બેલ્ટ-લૂપ છે એની લેફ્ટ કે રાઇટમાં ભરાવવો.

બેલ્ટ : બેલ્ટ એટલે શોલ્ડર પરથી જે બેલ્ટ પાછળ જાય અને એ સેન્ટરમાં ભેગા થઈને ડ શેપમાં છૂટા પડે. પાછળથી બેલ્ટનો શેપ ડ જેવો આવે છે. ડ બેલ્ટ પહેરવામાં થોડી કાળજી રાખવી પડે છે. જેમ કે બેક સેન્ટરનું લૂપ થોડું પણ ઉપર કે નીચે થઈ ગયું તો બેલ્ટનું ફિટિંગ બરાબર નહીં આવે અને શોલ્ડરથી ખેંચાશે.બહુ ઓછા સસ્પેન્ડર પહેરવાનું પસંદ કરે છે. સસ્પેન્ડર પહેરતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. જેમ કે… જો તમે આ સ્ટાઇલ કેરી ન કરી શકવાના હો તો સ્સ્પેન્ડર પહેરવા નહીં.

સસ્પેન્ડર પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટી હોવી જોઈએ.  જો તમે બેલ્ટ પહેર્યો હોય તો સસ્પેન્ડર ન પહેરવા. આમ તો સસ્પેન્ડર પહેરવા માટે કસ્ટમ-મેડ ટ્રાઉઝર કરાવવું પડે છે કે જેમાં સસ્પેન્ડરના હુક નાખવા માટે એક પ્રોપર લૂપ્સ આપ્યા હોય. જ્યારે તમે સસ્પેન્ડર ખરીદો ત્યારે ખાસ જોવું કે એમાં કઈ જાતના હુક છે. જો તમારે સસ્પેન્ડર સાથે ફોર્મલ લુક આપવો હોય તો બ્લેક ટ્રાઉઝર સાથે વાઇટ શર્ટ પહેરી એની સાથે થિન સસ્પેન્ડર પહેરી શકાય. બ્લેક શૂઝ પહેરી એક કમ્પ્લીટ લુક આપી શકાય. વધારે એડિશન માટે બ્લેક ટાઈ પણ પહેરી શકાય. તમારી પ્રમાણે થિન કે બ્રોડ સસ્પેન્ડરની પસંદગી કરવી. કેઝ્યુઅલ લુક માટે બ્લુ ડેનિમ સાથે વાઇટ શર્ટ પહેરી રેડ કે બ્લેક સસ્પેન્ડર પહેરી શકાય. આ કોમ્બિનેશન સાથે તમે બ્લેક અથવા ટેન બ્રાઉન કલરનાં શૂઝ પહેરી શકો.

સસ્પેન્ડર મોટે ભાગે બધા જ કલરમાં આવે છે. તમારી ઉંમર અને ક્લોધિંગ કોમ્બિનેશનના હિસાબે સસ્પેન્ડર પહેરવા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.