Abtak Media Google News

૪૩ બોલમાં ૭૯ રનની રમત રમી ટીમને જીત અપાવી

આઈપીએલની ૧૩મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહેલા સુર્યકુમાર યાદવે ફરી એક વખત ધમાકેદાર પ્રદર્શન કરી ટીમને જીત અપાવી હતી. ચાલુ આઈપીએલમાં સુર્યકુમાર યાદવને અનેકવિધ સમયે તરછોડવામાં આવ્યો હતો. એવી જ રીતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જનારી ભારતીય ટીમમાં પણ સુર્યકુમારની પસંદગી કરવામાં ન આવતા અનેકવિધ પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યા છે. એ વાત સ્પષ્ટ છે કે મુંબઈ ઈન્ડિયન્સ માટે સુર્યકુમાર યાદવ એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તેને રોયલ ચેલેન્જ બેંગલોર સામે ૪૩ બોલમાં ૭૯ રન ફટકાર્યા હતા. સુર્યકુમાર યાદવના પ્રદર્શનને જોઈ રોહિત શર્માએ પણ તેના વખાણ કરતા જણાવ્યું હતું કે, સુર્યકુમારમાં સૌથી વધુ ટેલેન્ટ હોવા છતાં શું કામ તેને ભારતીય ટીમમાં રમવા માટેનો ચાન્સ મળતો નથી. સુર્યકુમાર યાદવ આઈપીએલમાં જે રીતે સારું પ્રદર્શન કર્યું છે તો તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રમાનાર ટી-૨૦માં ઉતમ કાર્ય કરી શકે તેમ હતો પરંતુ તેની પસંદગી ન થતા અનેકવિધ પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યા છે. હાલના સમયમાં સુર્યકુમાર યાદવને આગામી બે વર્ષ માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં જગ્યા મળી છે તે કોલકતા નાઈટ રાઈડર્સવતી પાંચ વર્ષ સુધી આઈપીએલ રમ્યો હતો ત્યારબાદ તે ફરી મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયો છે. ૨૦૧૮ના આઈપીએલમાં મેચ વિનીંગ ઈનીંગ રમી ૨૦૧૮થી તેને રનનો ઢગલો કરી દીધો છે. ૨૦૧૮માં તેને ૫૧૨, ૨૦૧૯માં ૪૨૪ રન કર્યા હતા ત્યારે ચાલુ આઈપીએલ સીઝનમાં તેના માટે ૩૬૨ રન નોંધાયા છે અને ચાલુ સીઝનમાં ૪૦૦ રનનો આંક સહેલાઈથી પાર કરશે. સુર્યકુમાર યાદવ વિશે જો વાત કરવામાં આવે તો તેને બેટીંગ લાઈનમાં ત્રીજા ક્રમે અને છઠ્ઠા ક્રમે રમવાનું પણ પસંદ છે. આઈપીએલમાં સૌથી સફળ બેટસમેન એ હોય કે જે સરળતાથી મેચને પૂર્ણ કરી શકે ત્યારે ૩૦ વર્ષીય સુર્યકુમાર યાદવે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ટીમના સુકાની રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટને જણાવ્યું હતું કે, તે મેચ ફિનીસર તરીકે પણ રમવા માંગે છે જેનો ફાયદો મુંબઈ ઈન્ડિયન્સ ટીમને ખરાઅર્થમાં થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.