Abtak Media Google News

આઇપીએલની વર્તમાન સિઝનમાં રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈની ટીમ હાલ તો પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ઝઝૂમી રહી છે, પરંતુ ઓપનિંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પોતાની ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે. સૂર્યને ટીમ પોતાની જરૂરિયાત મુજબ બેટિંગ માટે મોકલી રહી છે.

શરૂઆતની મેચોમાં તે નીચલા ક્રમે બેટિંગ માટે આવ્યો, પરંતુ બાદમાં તેને ઇનિંગ્સની શરૂઆતની જવાબદારી સોંપવામાં આવી અને પછી તેના બેટે કમાલ દેખાડવાનું શરૂ કર્યું. કોલકાતા સામેની મેચમાં તેને ઓપનિંગ માટે મોકલવામાં આવ્યો અને તેણે પોતાના પ્રદર્શનથી ટીમને નિરાશ પણ ના કરી.

સૂર્યકુમાર યાદવનું શાનદાર ફોર્મ સતત જળવાઈ રહ્યું છે. મુંબઈના ઘરેલુ મેદાન પર તેને કોલકાતા સામે ઇનિંગ્સની શરૂઆત કરવા મોકલવામાં આવ્યો અને તેણે ૩૯ બોલમાં ૫૯ રનની ઇનિંગ્સ રમી. યાદવની વર્તમાન આઇપીએલમાં આ ચોથી અર્ધ સદી હતી. તેણે પોતાની એ ઇનિંગ્સ દરમિયાન સાત ચોગ્ગા અને બે છગ્ગા સાથે પોતાનો સ્ટ્રાઇક રેટ ૧૫૧.૨૮નો રાખ્યો હતો. સૂર્યકુમારની એ ઇનિંગ્સની મદદથી મુંબઈએ ૧૮૧ રનનો સ્કોર નોંધાવ્યો.

ઈંઙકમાં સૌથી વધુ રન બનાવનારો બીજા નંબરનો બેટ્સમેન

ઈંઙકની આ સિઝનમાં સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી રમેલી ૧૦ મેચમાં કુલ ૩૯૯ રન બનાવ્યા છે. તેની સરેરાશ આ મેચોમાં ૩૯.૯૦ની રહી છે અને તેનો સ્ટ્રાઇક રેટ ૧૩૨.૧૧નો રહ્યો છે. આ સિઝનમાં તેનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર ૭૨ રનનો રહ્યો છે, જે તેણે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે નોંધાવ્યો હતો. ૧૦ મેચમાં તેણે કુલ ૪૫ ચોગ્ગા અને ૧૨ છગ્ગા ફટકાર્યા છે. વર્તમાન ઈંઙકમાં રન બનાવવાના મામલે સૂર્યકુમાર કરતા ફક્ત અંબાતી રાયડુ જ આગળ છે, જેણે અત્યાર સુધીમાં ૪૨૩ રન બનાવ્યા છે.

અત્યાર સુધી સૂર્યકુમારે રમેલી ૧૦ મેચમાં તેના બેટમાંથી ક્રમશ: ૪૩, ૨૮, ૫૩, ૦૦, ૭૨, ૩૪, ૪૪, ૯, ૫૭ અને ૫૯ રન નીકળ્યા છે. તેને હજુ સુધી ટીમ ઇન્ડિયામાં રમવાની તક મળી નથી. ઘરેલુ ક્રિકેટ તે મુંબઈની ટીમ તરફથી રમે છે. આઇપીએલમાં સૂર્યકુમાર અગાઉ કેકેઆર તરફથી પણ રમી ચૂક્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.