Abtak Media Google News

દરરોજ સરેરાશ ૬૬૭ લોકોને લૂ લાગે છે

અમદાવાદમાં લૂ લાગવાના સૌથી વધુ કિસ્સા

બપોર થતા જ  મનુષ્યો તો ઠીક પ્રાણીઓ પણ છાયડાની શોધમાં

કાળઝાળ ગરમીમાંલોકોને રાહત મળે તે માટેસ્વૈચ્છિક સંસ્થાઓના છાશકેન્દ્રો, પાણીના પરબ આર્શિવાદ રૂપ

ઉનાળાની શરૂઆત સાથે જ ચાલુ વર્ષે સુર્યદેવતા કોપાયમાન બની રીતસર સીતમ વરસાવી રહ્યા છે. બપોર પડતા જ રસ્તાઓ સુમ-સામ ભાસી રહ્યા છે.

મનુષ્ય તો ઠીક પ્રાણીઓ પણ છાંયડો શોધી કાળઝાળ ગરમીમાં બહાર નિકળવાનું ટાળી રહ્યા છે ત્યારે રાજયમાં છેલ્લા ૧૫ દિવસમાં જ આકરા તાપને કારણે ૧૦ હજારથી વધુ લોકોની તબીયત લથડતા ૧૦૮ મારફતે સારવાર આપવામાં આવી છે.  ઉનાળાની શ‚આતમાં રાજયમાં લૂ લાગવાના બનાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જેમાં ફકત ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સનાં ફોન કોલ્સનો સંખ્યાનો આંકડો ૧,૦૦,૦૦૪ને આંબી ગયો છે.

ઈએમઆરઆઈ ૧૦૮નાં સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ ૧ એપ્રિલથી ૧૫ એપ્રિલ દરમિયાન રાજયમાં અમદાવાદ, સુરત, વડોદરા, દાહોદ, રાજકોટ, વલસાડ, ભાવનગર, તાપી, નવસારી અને ભાવનગર શહેરમાં લૂ લાગવાને કારણે લોકોની તબિયત લથડવાથી ૧,૦૦,૦૦૪ કોલ્સ એટેન્ડ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઉનાળાના આકડા મીજાજનો સૌથી વધુ સામનો અમદાવાદના લોકો કરી રહ્યા છે. ૧૫ દિવસમાં અમદાવાદમાં ૨૫૪૮ લોકોને લૂ લાગી હોવાનો સતાવાર આંક બહાર આવ્યો છે અને આ માટે ૧૦૮ દ્વારા વધારાની ૬૬ એમ્બ્યુલન્સો સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

સમગ્ર રાજયમાં જોઈએ તો દરરોજ સરેરાશ ૬૬૭ કેસ લૂ લાગવાના આવતા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

જોકે કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપતા સ્વૈચ્છીક સંસ્થાઓ પણ મેદાને આવી છે અને ઠેર-ઠેર છાશ વિતરણ કેન્દ્ર અને પાણીના પરબો શ‚ કરી લોકોને રાહત મળે તે માટે ખુલાસો કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત સામાજીક સંસ્થાઓ દ્વારા ઝુંપડપટ્ટીના બાળકોને ટોપી, ચશ્મા, ચપ્પલ વગેરે વસ્તુઓનુ વિતરણ કરી આ લોકોને ઉનાળાના આકરા તાપથી બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.