સ્વચ્છતા પરીક્ષામાં વર્લ્ડ રેકોર્ડ અંગે સર્વે હાથ ધરાશે

54

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં ક્લીનેોન ઇવેન્ટ ખુલ્લી મુકવામાં આવેલ. ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતાનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચે તે માટે ૧૦ ડીસેમ્બર હ્યુમન રાઈટ્સના દિવસે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવામાં આવનાર છે.

આ પરીક્ષામાં ૬૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે અને પરીક્ષા ૩૦ મીનીટની યોજાશે. આ પરીક્ષાને સફળ બનાવવા શહેરની સેલ્ફ ફાઈનાન્સ સ્કુલના હોદેદારો, નગર પ્રામિક સમિતિના ચેરમેન તેમજ અધિકારીઓ વિગેરે ઝેહમત ઉઠાવી રહેલ છે.

આ પરીક્ષા અંતર્ગત ૧૦ તારીખના રોજ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા અમદાવાદની ટીમ દ્વારા આ ઇવેન્ટનું સર્વેક્ષણ કરશે.

આ ઇવેન્ટ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા અમદાવાદની ટીમ દ્વારા સર્વેક્ષણ યા બાદ સંબધિત સંસ સર્ટીફીકેટ, મેડલ, રેકોર્ડની ટ્રોફી, આપવાનો નિર્ણય કરશે. તેમ મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું.

Loading...