સુરતના રેન્જ આઈજી પાંડિયનના પત્નીના બેંક એકાઉન્ટમાંથી ૧.૩૭ લાખની ઠગાઈ: ૪ની ધરપકડ

149

સલૂનની સર્વીસથી અસંતુષ્ટ ડો. શાલીનીએ ઓનલાઈન ફરિયાદ માટેના પેજ પરની લીક ઉપર જતા હેકરોએ નાણાં ખંખેરી લીધા: સાયબર ક્રાઈમ વિભાગે યુપીથી કરી આરોપીઓની ધરપકડ

આજના સમયમાં સાયબર ક્રાઈમ ખૂબજ ઝડપથી વધી રહ્યું છે. હેકરો ઓનલાઈન શળયંત્ર બનાવી લાખોની ઠગાઈ કરતા હોવાના કિસ્સાઓ અવાર નવાર ચર્ચામાં આવી રહ્યા છે. ત્યારે આ સાયબર ઠગોથી સુરતના રેન્જ આઈજી રાજકુમાર પાંડીયનના પત્ની પણ બાકાત નથી સૂરતના પ્રહલાદનગરમાં શરનમ ૧૦મા રહેતા રાજકુમારના પત્ની ડો શાલીની પાંડીયન પોતે શહેરની ખાનગી હોસ્પિટલમાં પ્રોફેસરની ફરજ બજાવે છે. ડો.શાલીનીના બેંક એકાઉન્ટમાંથી રૂ.૧.૩૭ લાખ ખંખેરાઈ ગયા બાદ તંત્ર જાગ્યું હતુ.

અમદાવાદ સાયબર ક્રાઈમ વિભાગે ૧.૩૭ લાખની ઠગાઈ કરનાર ૪ આરોપીઓની ઉતર પ્રદેશના ગ્રેટર નોયડાથી ધરપકડ કરી હતી. ડે. કમિશ્નર પોલીસ રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતુ કે આરોપીમાં ૩૬ વર્ષિય શ્રધ્ધાનંદ વિવેકાનંદ આર્ટસમાં માસ્ટર્સની ડિગ્રી ધરાવે છે. ૨૪ વર્ષિય વિક્રાંત શર્મા, ૨૩ વર્ષિય નમન શર્મા અને વિવેક પુચલની ધરપકડ કરવામાં આવી છે.

ડો. શાલીની પાંડિયન ૨૭મી માર્ચના રોજ બ્યુટી સલુનમાં ગયેલ પરંતુ તેને પાર્લરની સર્વીસ બરાબ ન લાગતે તેણે સલુન પાસેથી રિફંડ મેળવવા તેમજ સર્વીસથી અસંતુષ્ટી દર્શાવવા ઓનલાઈન ફરિયાદ કરી હતી. પરંતુ થયુ એવું કે તેણે સલૂન સામે ઓનલાઈન ફરિયાદનું ફોર્મ શોધતા તેને એક લીંક મળી પરંતુ તે પેજ કે લીંક ફરિયાદ માટેની નદી પરંતુ હેકરોનું ષડયંત્ર નિકળતા ડો.શાલીનીના બેંક એકાઉન્ટમાંથી રૂ.૧.૩૭ લાખ ખંખેરાઈ ગયા બાદમાં એફઆઈઆર નોંધાવતા ચારેયની ધરપકડ કરી હતી.

Loading...