Abtak Media Google News

પીઠ પર સીધા સુઈ જાવ. શ્ર્વાસ લીધા બાદ આંતરકુંભકમા બંને પગને એક સાથે અને સીધા ભૂમિથી ઉઠાવો. પગ ઘૂંટણમાંથી વળવા જોઈએ નહી. જયારે બંને પગ કમર સાથે ૯૦નો ખૂણો બનાવે ત્યારે શ્ર્વાસ છોડતા છોડતા કમરને ઉઠાવીને બંને હાથથી પીઠને ટેકો આપો. આખુ શરીર ખંભા પર આવી જાય એટલે પગને આકાશ તરફ સીધા ખેંચો. શ્ર્વાસ છોડયાબાદ બ્રહ્માકુંભક કરો. બંને હાથના આધાર પર શરીરને ખેંચીને એટલું સીધુ કરો કે દાઢી છાતી સાથે દબાય. આ સ્થિતિમાં પાંચ આંતર અને પાંચ બાધ્યકુંભક કરી શ્ર્વાસ લેતા લેતા મૂળ સ્થિતિમાં પાછા આવો.

લાભ:

આ આસનના અભ્યાસ દ્વારા શરીર ચેતનથી ભરપૂર બને છે. નલિકારહિત ગુંથીઓ વધુ કાર્યક્ષમ બને છે.

દમ, ફેફસાનો સોજો, ઉચ્ચ રકત દબાણ, પાંડુરોગ, મુર્ચ્છારોગ, અનિદ્રા, નસો ફૂલવી, અવયવોનું ધ્યાનભ્રષ્ટ થવું, મુત્રને લગતી તકલીફો અને હરસ વગેરેમાં લાભદાયક છે. યુવાની લાંબો સમય ટકી રહે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.