Abtak Media Google News

જ્યારે આપણે આખા ભારતની વાત કરીએ છીએ ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી અનેક વાર આપણા મોઢામાંથી બહાર આવી જાય છે. કારણ કે કાશ્મીર ભારતના ઉત્તરમા અને દક્ષિણમા કન્યાકુમારી છે. દેશના આ બંને છેડા પોતાની વિશેષતા માટે જાણીતા છે. અહી મુલાકાત લેવા માટે પણ ઘણુ છે. કાશ્મીર બરફીલા પર્વતો અને કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે, તો કન્યાકુમારી પોતાના બીચને કારણે અને કેટલાક અનોખા કારણોસર પ્રખ્યાત છે. ચાલો આજે આપણે કન્યાકુમારીમા વિશિષ્ટાની વાત કરીય છે જે આકર્ષિત કરશે.

Moonsunsamesize

આ સ્થાન ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલુ છે. લોકો હંમેશા કન્યાકુમારીને ધર્મ સાથે જોડે છે પરંતુ આ શહેરમા ધાર્મિક સ્થળો સિવાય પણ ઘણુ જોવા મળે છે. આ શહેર પોતાની કળા અને સંસ્કૃતિ માટે પણ પ્રખ્યાત છે. કન્યાકુમારી વિશેની સૌથી વિશેષ બાબત એ છે કે તે ત્રણ બાજુએ ત્રણ જુદા-જુદા સમુદ્રથી ઘેરાયેલ છે. અહી તમને હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી ત્રણેય જોવા મળશે.

Kbs 01

મોટાભાગના લોકો અહી કન્યાકુમારી દેવીના દર્શન કરવા માટે આવે છે. આદિશક્તિના મુખ્ય શક્તિપીઠોમાંનુ આ મંદિર ત્રણ સમુદ્રના સંગમ પર સ્થિત છે. આ મંદિર દેખાવમા ખૂબ નાનુ છે.પરંતુ તેમા પ્રવેશ કરતા પહેલા દરેકને ત્રિવેણી સંગમમા ડૂબકિ લગાવી પડે છે. આ મંદિરનો દરવાજો દરિયા તરફ ખુલે છે.પરંતુ આ દરવાજો હંમેશાં બંધ રાખવામા આવે છે કારણ કે મંદિરમા દેવીની મૂર્તિ પર લગાવેલા ઝવેરાતની ચમકને કારણે સમુદ્રી જહાજને એવુ લાગે છે કે તે કાંઠે પહોચી જાય છે. આ કારણે અનેક શિપ અકસ્માતોના શિકાર બન્યા છે. તેથી હવે આ દરવાજો બંધ કરી દેવામા આવ્યો છે.

1 Jyi14Th5 Af Nk3Pvkmsww Scaled

અહી તમને પ્રકૃતિનુ સૌથી અનોખુ રૂપ જોવા મળે છે. ખરેખર અહી તમે ચંદ્ર અને સૂર્ય એક સાથે જોઈ શકો છો. તમે ફક્ત આ અહી જોશો. અહી સૂર્ય એક તરફ ઉગે છે અને બીજી બાજુ ચંદ્ર ઉગે છે. આ અદભૂત નજારો ફક્ત કન્યાકુમારીમા જ જોવા મળે છે.

વિવેકાનંદ સ્મારક

આ ખૂબ જ સુંદર જગ્યા છે. ખરેખર વિવેકાનંદ ૧૮૯૨ મા કન્યાકુમારી આવ્યા હતા અને સમુદ્રમા તરતા તરતા તે એક ખડક પર પહોંચ્યો હતા. આ પથ્થર પર બેસીને તેમણે ઘણા દિવસો સુધી સાધના કરી હતી. ૧૯૭૦ મા વિવેકાનંદ રોક મેમોરિયલ કમિટીએ અહી એક રોક મેમોરિયલ બનાવ્યુ હતુ. તે સમુદ્રની મધ્યમા છે તેથી અહી જવા માટે બોટોનો આશરો લેવો પડે છે.

થીરુક્કુરલ મૂર્તિ

થીરુક્કુરલ દક્ષિણનુ એક પ્રખ્યાત કાવ્યાત્મક પુસ્તક છે. આની રચના અમર તમિલ કવિ થીરુવલ્લુરે રચિત છે. તેથી કન્યાકુમારીમા ૩૮ ફૂટની ઉચાઇના આધાર પર ૯૫ ફૂટની પ્રતિમા બનાવવામા આવી છે. આ સ્મારકની કુલ ઉચાઇ ૧૩૩ ફુટ છે અને તેનુ વજન ૨૦૦૦ ટન છે.

Thiruvalluvar Statue

રસપ્રદ વાત એ છે કે આ પ્રતિમા બનાવવા માટે ૫૦૦૦ જેટલા કારીગરોનો સન્માન લેવામા આવ્યુ છે. તેમા કુલ ૧૨૮૩ પત્થરના ટુકડાઓનો ઉપયોગ કરીને બનાવવામા આવ્યુ છે. આ પ્રતિમા થીરુક્કુરલ ના ૧૩૩ પ્રકરણોનુ પ્રતીક છે.

ગાંધી પેવેલિયન

આ એક ખૂબ જ અનોખી જગ્યા છે. જો તમે કન્યાકુમારી આવો ત્યારે આ સ્થાન જોવા માટે અહી ચોક્કસ પણે જવુ જોઈએ. ખરેખર ગાંધી મંડપમા ગાંધીજીના ચિતાની રાખ રાખવામા આવી છે. આ સ્મારક ૧૯૫૬ મા બનાવવામા આવ્યુ હતુ. આ બનાવવા માટે ખૂબ જ આશ્ચર્યજનક તકનીકનો ઉપયોગ કરવામા આવ્યો હતો. તકનીક મુજબ ૨ ઓક્ટોબરે જ્યારે સૂર્ય નીકળે છે ત્યારે તેનુ પ્રથમ કિરણ આ સ્મારકની જગ્યા પર પડે છે જ્યા ગાંધીજીની રાખ રાખવામા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.