Abtak Media Google News

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સરન્ડર થશે: જામીન અરજીની તા. ઓકટોમ્બરે સુનાવણી

ગોંડલના નિલેશ રૈયાણી હત્યા કેસમાં હાઇકોર્ટ દ્વારા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ત્રણને તકસીરવાન ઠેરવ્યા બાદ સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર ત્રણેય કોર્ટમાં સરન્ડર થતા ગોંડલ કોર્ટે ત્રણેયને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. ગોંડલમાં રાજવાડીની જમીનના વિવાદના કારણે ૧૪ વર્ષ પહેલાં નિલેશ રૈયાણીની થયેલી હત્યાના ગુનામાં રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો છુટકારો કરાયો હતો જેની સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. અપીલની સુનાવણી પુરી થતા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ રાણાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. હાઇકોર્ટના સજાના હુકમને સ્ટે કરવાની સુપ્રિમ કોર્ટમાં માગણી કરતી અરજી રદ કરી સરન્ડર થવા હુકમ કર્યો હતો. ત્રણેયે સરન્ડર થયા પહેલાં સુપ્રિમ કોર્ટમાં જામીન પર છુટવા અરજી કરી હતી. જેની સુનાવણી તા.૩ ઓકટોમ્બર સુધી મોકુફ રાખી હતી. દરમિયાન અદાલતના હુકમ અનુસાર ત્રણેય ગોંડલ કોર્ટમાં સરન્ડર થતા અદાલતે ત્રણેયને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.