૨૪મીએ સુરીલી શામ રાષ્ટ્ર કે નામ કાર્યક્રમ

કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાશે

પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટમાં થનાર હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૪ના રોજ રાત્રે ૦૯:૦૦ કલાકે વિરાણી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે જુના ગીતોનો સુરીલી શામ રાષ્ટ્ર કે નામ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનુ ઉદઘાટન ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થશે તેમ મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવાયું છે.

આ કાર્યક્રમમાં હોલીવુડ સિંગર મનીષા કરંદીકર, હેમાલી સેજપાલ, કવિતા મૂર્તિ, બેલા સુલેખે, આનંદ વિનોદ, સલીમ માલિક, નિતાંત યાદવ, સંજય સાવંત જુના ગીતોની રમઝટ બોલાવશે.આ કાર્યક્રમની તળામાર તૈયારી ચાલી રહી છે. જુના ગીતના આ શાનદાર કાર્યક્રમમાં શહેરીજનોને માણવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Loading...