હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટી દ્વારા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ

નામાંકિત ડોકટરો પોતાની સેવા આપશે; સેવાભાવીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

હેલ્થ અને હોસ્પિટલ સમિતિ કોંગ્રેસ તથા મધુરમ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તા.૨૬.૧ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી મા આનંદમયી ક્ધયા વિદ્યાલય રાધાનગર ૧ લક્ષ્મીનગર મેઈન રોડ જી.ઈ.બી.ની પાછળ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.

કેમ્પમાં ડો. હાર્દ વસાવડા (ન્યુરો સર્જન), ડો.પીનલ વઘાસીયા, ડો. કુલદીપ પરમાર હાડકાના ડોકટર એલીઝારોહ, ડો. મીલીત ઠકકર, રીઝીયોથેરાપીસ્ટ, ડો. વીરલ વસાવડા જનરલ સર્જન, ડો. મીલન રોકડ મગજ માનસીક રોગ નિષ્ણાંત ડો. મેઘા ગણાત્રા સાંતના ડોકટર, ડો. ધારા સોલંકી સ્ત્રીરોગ નિષ્ણાંત વગેરે સેવા આપશે.

મયુરસિંહ સતુભા જાડેજા આશાપૂરા મેડીકલ સ્ટોર્સ નિલકંઠ સીનેમા સામે આનંદ નગર ખાતે દવામાં ૧૫ ટકા ડીસ્કાઉટ મળશે.

કેમ્પનું ઉદઘાટન ભીખુ દવે હેલ્થ અને હોસ્પિટલ સમિતિ ચેરમેનના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત અશોકભાઈ ડાંગર શહેર કોંગ્રેસ પ્રમુખ, ગાયત્રીબા વાઘેલા મહિલા પ્રદેશ પ્રમુખ, ડો હેમાંગ વસાવડા, હેલીબેન ત્રીવેદી, મહેશ રાજપુત, દિનેશ મકવાણા, મયુરસિંહ જાડેજા, જશવંતસિંહ ભટ્ટી, પ્રદીપ ત્રીવેદી તથા કોંગ્રેસના સર્વે આગેવાનો ઉપસ્થિત રહેશે. દર્દીઓને કોઈપણ મુશ્કેલી થાય તો મો. ૯૩૨૭૨૬૫૮૮૭ તથા મો. ૯૮૨૪૮૦૧૭૭૪ પર સંપર્ક કરવો. કેમ્પને સફળ બનાવવા સેવાભાવીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Loading...