Abtak Media Google News

યોગ એ ઋષિમુનિઓએ આપેલ અણમોલ ભેટ છે, યોગથી તન અને મન સ્વીસ્થવ રહે છે. ભારત દેશે સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃ તિની અણમોલ ભેટ એવા યોગ અંગે સમગ્ર વિશ્વને પ્રેરિત કર્યા છે. લીંબડી ક્રિકેટ ખાતે યોજાયેલ હતો.‘‘વિશ્વ યોગ દિવસ’’ની ઉજવણી કાર્યક્રમ ભારતીય સંસ્કૃ તિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસત ગણી ૨૧મી જુનને આંતરરાષ્ટ્રી ય યોગ દિવસ તરીકે ઉજવવાનું સ્વીકૃત કરતા આજે સમગ્ર વિશ્વ એકસાથે યોગ કરી રહેલ છે. આજે સમગ્ર વિશ્વ યોગ દિવસ ઉજવી રહયું છે, ત્યારે સમગ્ર વિશ્વ યોગ તરફ વળ્યું છે, ‘‘યોગ મટાડે રોગ’’ યોગથી અનેક ફાયદાઓ થાય છે, તેમ યોગ શિક્ષક જગમાલભાઈ અલગોતરે જણાવ્યું હતું.

વધુ ને વધુ લોકો યોગ તરફ વળે તે માટે યોગ દિવસની ઉજવણીના સુંદર અને સફળ આયોજનમાં લીંબડી ડેપ્યુટી કલેકટર પટેલ સાહેબ, લીંબડી મામલતદાર, લીંબડી નગરપાલિકા ના ચીફ ઓફિસર તેમજ યોગ શિક્ષકો, અધિકારી તથા પદાધિકારીશ્રીઓ, એન.સી.સી. કેડેટસ, વેપારી, વકીલ, તબીબ, અને એસોસીએશનો, સહિત શહેરીજનો, મહિલાઓ, વૃધ્ધો, વિવિધ શાળા – શાળાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.