Abtak Media Google News

કડી અને અમદાવાદના શખ્સે માલ મંગાવી પેમેન્ટ ન ચુકવી કરી ઠગાઈ

વઢવાણ જીઆઇડીસીમાં આવેલા એક કારખાના વેપારી પાસેથી પ્લાસ્ટીકની બોટલો, જગ તેમજ રીંગગાર્ડનો કુલ રૂ. રૂ. ૯,૬૪,૫૯૨નો માલ મંગાવી ચૂનો લગાડ્યાનું બહાર આવતા ચકચાર ફેલાઇ છે. ભોગ બનનાર વેપારીએ કડી તેમજ અમદાવાદના શખ્સ સામે વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

વઢવાણ જીઆઈડીસીમાં નીલેસભાઈ દિનેશભાઈનું યોગી પ્લાસ્ટ નામનું કારખાનું આવેલુ છે. ત્યારે તેઓની સાથે માલ મંગાવીને છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત થયાની તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવાયા મુજબ મહેસાણા જિલ્લાના કડીની જીઆઇડીસીમાં રામેશ્વરપાર્ક બ્લોક નં.૩૩માં રહેતા મહેશભાઈ ઉર્ફે સંજયભાઈ પટેલે મોબાઇલ ફોન કરી પ્લાસ્ટીકના ૨૦ લીટરની બોટલો ૨૩૦૫ નંગ, રીંગગાર્ડ ૬૦૦ તેમજ પ્લાસ્ટીકના ૧૯૦૯ નંગ જગ સહિત કુલ રૂ. ૯,૬૪,૫૯૨નો માલ નીલેશભાઈ પાસેથી મંગાવ્યો હતો. અને આ માલના પૈસા રોકડા ચૂકવવાનું જણાવ્યું હતુ. તેમ છતાં નવા નરોડા ડી-૬૫-૧૦૪ પહેલો માળ સ્વામીનારાયણ ફલેટસ અમદાવાદના રાજેન્દ્રભાઈ રતિલાલ સોનીના નામનો ચેક આપ્યો હતો. અને આ ચેક નિલેશભાઇએ બેંકમાં કલીયરન્સ માટે મોકલ્યો હતો. પરંતુ સાઇન ડીંફરન્સ બેંકમાંથી લખાઇ આવ્યુ હતું. આથી આ બાબતે મહેશભાઈ પટેલ સાથે મોબાઇલ ફોનથી અવારનવાર વાતચીત નીલેશભાઈ કરી હતી. પરંતુ પેમેન્ટ રોકેડથી મોકલી આપીશુ અથવા આંગડીયા મારફત મોકીલ આપીશુ તેવો ભરશો અને વિશ્વાસ આપ્યો હતો.

પરંતુ હજુ સુધી મુદ્દામાલ પરત ન આપી તેમજ રકમ પણ ન ચૂકવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ કરી હતી. આ અંગે સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝન પોલીસ મથકે મહેશભાઈ ઉર્ફે સંજયભાઈ પટેલ અને રાજેન્દ્રભાઈ રતિલાલ સોની સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ પૂર્વીબેન આર.સાગર ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.