સુરેન્દ્રનગરમાં ૮.૫૦ કરોડના ખર્ચે અદ્યતન બસ સ્ટેન્ડ બનશે: રર મીએ ભુમીપુજન

73
surendranagar-will-have-an-advanced-bus-stand-at-the-cost-of-rs-8-50-crore-rur-mai-bhumipudjan
surendranagar-will-have-an-advanced-bus-stand-at-the-cost-of-rs-8-50-crore-rur-mai-bhumipudjan

કેન્ટીન-પાણી-શૌચાલય-વેઇટીંગ રૂમની સુવિધા: ૧૪ દુકાનો સાથે શોપીંગ સવલત

સુરેન્દ્રનગર જિલ્લાનું બસ સ્ટેન્ડ ની સ્થતિ હાલ ખૂબ ગંભીર છે.વરસાદ માં લોકો ને બુસો ની રાહ જોવી પડી રહી છે.ત્યારે આગામી રર  જુન આસપાસ રાજકોટ એસટી ડીવીઝન હેઠળ આવતા સુરેન્દ્રનગરમાં ૮ કરોડ ૩૯ લાખના ખર્ચે બનનારા અને અંદાજે ૧૦ હજાર સ્કવેર ફુટમાં ઉભા થનારા અદ્યતન બસ સ્ટેન્ડનું ભુમીપુજન યોજાશે. વાહન વ્યવહાર મંત્રી ઇશ્વરભાઇ પટેલના હસ્તે આ ખાતમુહુર્ત થઇ રહયાનું રાજકોટ એસટી  ડીવીઝનના ઉચ્ચ અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

surendranagar-will-have-an-advanced-bus-stand-at-the-cost-of-rs-8-50-crore-rur-mai-bhumipudjan
surendranagar-will-have-an-advanced-bus-stand-at-the-cost-of-rs-8-50-crore-rur-mai-bhumipudjan

તેમણે જણાવ્યું હતું કે આ સાથે ટુંકમાં મોરબી-લખતર-ધ્રાંગધ્રામાં બની ગયેલા નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ યોજાઇ રહયું છે. આમ તો ૧૭ મીએ આ કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ વાવાઝોડાને કારણે આ કાર્યક્રમ મુલત્વી રખાયો હતો. સુરેન્દ્રનગરમાં બનનારૂ અદ્યતન બસ સ્ટેન્ડ બે માળનું રહેશે. શોપીંગ માટે ૧૪ દુકાનો, કેન્ટીન, પાણી, શૌચાલય, વેઇટીંગ રૂમ સહીતની સુવિધા ઉભી કરાશે. આ બસ સ્ટેન્ડમાં કુલ ૧પ પ્લેટફોર્મ ઉભા કરાશે. હાલ સુરેન્દ્રનગર ડેપો ઉપરથી રોજની ર૩૦ જેટલી બસોનું આવન જાવન થાય છે. અંદાજે ૧૦ હજાર સ્કવેર ફુટમાં બસ સ્ટેન્ડ બનશે.

Loading...