સુરેન્દ્રનગર:ભારતીય જનતા પાર્ટી દ્વારા અઠવાડિયા સુધી સેવા સપ્તાહ કાર્યક્રમ

ફ્રુટ વીતરણ,માસ્ક વિતરણ,ઉકાળા વીતરણ, સહિત અનેક કાર્યક્રમો ઉજવાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સારા સ્વાસ્થ્ય સાથે દીર્ઘ આયુષ્યની કાર્યકરોએ પાર્થના કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૦ મા જન્મ દિવસ નીમીત્તે એમનાં દીર્ઘ આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભકામના સાથે ૧૪ થી ૨૦ તારીખ સુધી સેવા સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વિવિધ લોક ઉપયોગી અને લોકોના સારા સ્વાસ્થ્ય ને ધ્યાને રાખી આજે રતનપર,અને જોરાવરનગર માં માસ્ક અને ઉકાળાનું વિતરણ હોસ્પિટલમાં ફુટ વીતરણ, સહિતના કાર્યક્રમો યોજાઈ હતા, આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, શહેર પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય મહામંત્રી જયદીપસિંહ, કમલ હેરમાં, ભાવેશ પ્રજાપતિ,કીરીટસીહ, કમલેશભાઈ, ભાવેશ વોરા,ઈશાભાઇ વેગડ, અલ્કેશ આર્ચાય, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Loading...