Abtak Media Google News

રાજય સરકાર અને કેન્દ્ર સરકાર વિરોધી ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ રે મિતિદ્વારા વધતી જતી મોંઘવારી, ખેડૂતોને પાકવિમાની ચુકવણી તેમજરાફલે સોદામાં થયલા  ભ્રષ્ટાચાર સહીતના મુદ્દાઓને લઇને કોંગ્સકાર્યાલય ખાતે પુતળા દહનનોકાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગી આગેવાનો અને કાર્યકરોએ મોંઘવારી રૂપી રાક્ષસનું પુતળાદહન કરવાની સાથે રાજ્ય અને કેન્દ્રસરકાર વિરોધી ઉગ્ર સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રસ સમિતિ દ્વારા સતત વધતી જતી મોંઘવારીના વિરોધમાં દશેરાનિમિતે મોંઘવારીના રાક્ષસનું પુતળાદહન કર્યુ઼ હતું. તેમજ પેટ્રોલડિઝલના ભાવવધારા પર અંકુશ, ખેડુતોને પાકવિમાનું વળતર ચુકવવા, ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ, પુરતો વીજપુરવઠો તેમજસિંચાઇ માટે પાણી આપવામાં સરકાર નિષ્ફળ ગઇ હોવાનો કોંગી આગેવાનોએ આક્ષેપ કર્યો હતો.

રાજ્યમાં વધતી જતી ગુનાખોરી,પરપ્રાંતિયો પર હુમલા તેમજ મહિલાઓની અસલામતી બાબતે સરકાર વિરોધી ઉગ્ર સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ઼ હતું. અને દિનપ્રતિદીન જીવન જરૂરીયાની ચીજવસ્તુંઓન ભાવમાં થતા વધારાના કારણે સામાન્ય પરિવારોનુ઼ બજેટ ખોરવાઇ ગયું છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક મોંઘવારી અંકુશમાં લવા માટે પગલા લવા માં આવે તવે થી પણ માંગ કરી હતી.

સાથો સાથો સરંક્ષણ માટે ખરીદી કરવામાં આવલા  રાફલે લડાકુ જહાજમાં સરકારે ભ્રષ્ટ્રાચાર આચરીને દેશની સુરક્ષાને પણ જોખમમાં મુકી દીધી હોવાનો કોંગી આગેવાનોએ સુર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનભાઇ પટેલ, જિલ્લા પંચાયતપ્રમુખ કલ્પનાબેન ધોરીયા, બી.કે.પરમાર, સુબોધભાઇ જોષી સહીતનાઆગેવાનો અને કાર્યકરો ઉપસ્તિરહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.