Abtak Media Google News

ઉનાળાની શરૂઆતમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં પાણી માટે લોકોને વલખા મારવાની દહેશત ઉભી થઇ

જિલ્લામાં વરસાદ ઓછો પડતા ઠેર-ઠેર પાણીની સમસ્યા સર્જાઈ છે. સરકાર દ્રારા સુરેન્દ્રનગરના ૭ તાલુકાને અછતગ્રસ્ત પણ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ ઉનાળાની શરૂઆતમાં જ અનેક સમસ્યાઓ સર્જાય છે, ત્યારે આવો જોઈએ સુરેન્દ્રનગર લખતર તાલુકાના ગામોની સમસ્યાનો અહેવાલ.

સુરેન્દ્રનગર લખતર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો, ત્યારે લખતર તાલુકાના સાકર, ડેરવાળા, ગામની કુલ વસ્તીઓ ૯૯૦૦ છે, ત્યારે ૪૦૦૦થી વધુ પશુઓ આવેલ છે. તેમજ લખતર ખાતે એશિયાનુ સૌથી મોટુ પમ્પિંગ સ્ટેશન આવેલું છે.

રાજકોટ, કરછ, મોરબી, બોટાદ સુધી આ પાણી પહોંચે છે. ત્યારે સ્થાનિક લોકોને જ પાણી મળતું નથી. લખતરના અનેક ગામમાં લોકોને પશુઓ માટે પાણીની ખુબ મોટી સમસ્યા છે. તેમજ ખેડૂતોને ક્રોપકટીગની પણ યોગ્ય માહીતી આપવામાં નથી આવતી ત્યારે લખતરના ખેડૂતો પાકવીમાની પણ માગણી કરી રહ્યા છે.

સમગ્ર ગુજરાત અને સોરાષ્ટની અંદર પાણી અછતની પરિસ્થિતિ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો અછતગ્રસ્ત રીતે જાહેર કરવામાં આવ્યો છે.

દસાડા, લિબંડી, લખતર,ચૂડા વગેરે તાલુકામાં પાણીની સમસ્યા છે. સરકારી તંત્ર પણ ધ્યાન આપતુ નથી અને દુરદુર સુધી પાણી પહોંચ્યે છે, પરંતુ સ્થાનિક વિસ્તારમાં લોકો પાણીથી વંચિત રહવુ પડે છે. લોકો મુશકેલીનો સામનો કરવો પડે છે. મોટા ભાગના જળશયો ખાલીખમ છે.

ત્યારે આગામી હજુ બે મહિના પાણીની પરિસ્થિતિનો વિકટ સમસ્યાનો સામનો કરવો પડશે અને લોકો પણ જોઈ રહ્યા છે કે, તંત્ર હાલ ચૂંટણી કામગરીમા વ્યસ્ત છે, અને લોકો મુશકેલી અનુભવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.