Abtak Media Google News

ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.ફ. ગુ.ર.નં.૮૫/૨૦૧૮ ઈ.પી.કો.કલમ ૩૮૦,૪૫૭ વિ.ના કામનો ગુનો અનડીટેકમાં સંડોવાયેલ આરોપી મેહુલભાઈ ભરતભાઈ સરવાડીયા યુ.કો રહે.વસાડવા તા.ધ્રાંગધ્રાવાળા આ ચોરી કરેલ હોય જેને પકડી પાડી જેની પુછપરછ કરતા આશરે બે માસ પહેલા જેસડા ગામે ઉમયાનગરના ગોડાઉનમાં એરંડાના કોથળા ભરેલ નંગ-૧૩ થકી રૂ.૪૩,૨૦૦/-ની ચોરી કરેલ જેમાં તેની સાથે આરોપી મહમદખાન મેઘજીખાન મલેક રહે.માલવણ તથા સેલાભાઈ મેપાભાઈ ભરવાડ રહે.

મોટીમાલવણ તથા એક અજાણો ઈસમ સાથે રાત્રીના સમયે આ ચોરીનો ગુનો કરેલાની કબુલાત કરતો હોય અને મજકુર ઈસમના કબજામાંથી આ ગુનામાં વપરાયેલ એક સેમસંગ કંપનીનો સિલ્વર કલરનો જે-૭ મોડલનો મોબાઈલ કિ.રૂ.૫૦૦૦/-નો સાથે કબજે કરેલ હોય જેથી મજકુર ઈસમના વિરુઘ્ધ ધોરણસરની કાર્યવાહી કરી સી.આર.પી.સી.કલાક ૪૧(૧) આઈ મુજબ અટક કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે. જે અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.