Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બે દિવસ સુરેન્દ્રનગરમાં રોકાશે લોકાર્પણ, ખાતમુહૂર્ત અને સંમેલન ઉજવણીનો રંગારંગ આરંભ

સુરેન્દ્રરનગર ખાતે ૧૫ મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણીનો પ્રારંભ થવા જઈ રહયો છે. તેની વિસ્તૃત માહિતી આપવા જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાએ પત્રકાર પરિષદ યોજી હતી.

મંત્રી બાવળીયાએ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, મુખ્યીમંત્રી વિજયભાઈ રૂપાણી તા.૧૫ મી ઓગસ્ટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, સુરેન્દ્ર નગર ખાતે ધ્વજને લહેરાવશે અને સલામી આપશે. ત્યારબાદ રાજયકક્ષાની પોલીસ પરેડ, ડલગ શો, બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પોલીસ બેન્ડના કાર્યક્રમ યોજાશે. અને પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા યોગ નિદર્શન કરવામાં આવશે.

આ અગાઉ રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ઉજાગર થાય તે માટે મુખ્યવમંત્રી તા.૧૪ મીએ સુરેન્દ્રરનગર ખાતે આવશે અને વઢવાણ ખાતે યોજાનાર યુવા સંમેલન તા ચોટીલા ખાતે યોજાનાર મહિલા સંમેલનને સંબોધન કરશે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું  હતું. ત્યારબાદ રાજભવન દ્વારા સુરેન્દ્રનગર ખાતે રાજયપાલ અને મુખ્યમંત્રી સેટ હોમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને જિલ્લાના અગ્રણીઓ (તજજ્ઞો) વેપારીઓ, આગેવાનો અને પદાધિકારીઓને મળશે. તે જ દિવસે સાંજે સાંસ્કૃાતિક કાર્યક્રમ યોજાનાર છે. જેમાં પણ મુખ્યમંત્રી ઉપસ્તિ રહેશે. આમ મુખ્યમંત્રી બે દિવસ સુરેન્દ્રનગર ખાતે રોકાશે.

યુવા સંમેલનમાં દેશની રક્ષા કાજે શહીદ નાર શહીદોના વારસદારોને જમીનના પ્લોટની સનદ મુખ્યમંત્રીના હસ્તે અપાશે અને જિલ્લા તથા રાજયકક્ષાએ કોઈપણ ક્ષેત્રે નામના મેળવનાર યુવાનોનું સન્માન કરશે.

કલેકટર કે.રાજેશે. પત્રકારોને વિશેષ કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરને રોશનીથી શણગારવામાં આવશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સંદેશાની સાથોસાથ લોકલ્યાંણની યોજનાઓની જાણકારી ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવશે તે માટે ૬ ઠ્ઠી ઓગસ્ટી આ પર્વની ઉજવણીનો પ્રારંભ યો છે.

જે અંતર્ગત મંત્રી બાવળીયાના હસ્તે મા વાત્સલ્યના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનાી ગરીબોને સારવાર મળી રહેશે અને ચોટીલા ખાતે નવા બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું  છે.

આની સાોસા તા.૧૩મી ઓગસ્ટના રોજ પોલીસ દ્વારા મશાલ સરઘસ નીકળશે જે શહેરમાં ફરશે. જયારે રાત્રે પ્રસિધ્ધ  કલાકાર કીર્તીદાન ગઢવીનો તા માયાભાઈ આહીરનો ડાયરો યોજાશે. જિલ્લાકક્ષાની ખેલ મહાકુંભ પણ આ ઉજવણી દરમ્યાન યોજાશે. અને ગ્રામ પંચાયતોના નવા મકાનોનું લોકાર્પણ થશે તેમ રાજેશે. જણાવ્યું  હતું. આ રાષ્ટ્રીય પર્વમાં તમામ નાગરિકોને જોડાવા કલેકટરએ ભારપૂર્વક અપીલ કરી છે.

જિલ્લા  કલેકટર કે.રાજેશે. માહિતી આપતા જણાવ્યું હતું કે, તા.૬ ઠ્ઠી થી ઓગસ્ટ આ પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લોકસંમેલન, યુવા સંમેલન થતા મહિલા સંમેલન યોજાશે અને દરેક તાલુકામાં વિકાસ કામોના લોકાર્પણ થતા ખાતમુર્હુતના કાર્યક્રમો યોજાશે. આ તબકકે રાજેશે વધુને વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાય તેવું આયોજન કરવા સુચન હતું.

આ બેઠકમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોલીયા, જિલ્લા પોલીસ અધિક્ષક મનીન્દરસિંહ પવાર, જિલ્લા વિકાસ અધિકારી મનીષ બંસલ તા જિલ્લાના અધિકારીઓ ઉપસ્તિ રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.