Abtak Media Google News

ફંડ આપવા છતાં  રિવોલ્વર લાયસન્સ નામંજૂર થતાં ચુડાના યુવકે મુખ્યમંત્રી અને ગૃહ વિભાગ ઉપરાંત સચિવાલયમાં રજૂઆત કરી

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ના યુવક અને હાલ અમદાવાદમાં ધંધાકીય પેઢી ચલાવતા યુવક એ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે એક હજાર રૂપિયા ચલણ ભરી અને હથિયારનું લાયસન્સ માંગવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા આ લાઇસન્સ માંગનાર યુવકને રૂબરૂ બોલાવી અને પાંચ લાખ રૂપિયા ફંડમાં આપે ત્યારબાદ તેમને લાઇસન્સ આપવામાં આવશે તેવું લેખિતમાં રજૂઆત યુવક દ્વારા મુખ્યમંત્રી અને ગૃહ વિભાગમાં કરવામાં આવી છે ત્યારે યુવક દ્વારા જિલ્લા કલેક્ટરને પાંચ લાખ રૂપિયાનું ફંડ પણ આપ્યા હોવાનો આક્ષેપ યુવક દ્વારા કરવામાં આવ્યો છે તે છતાં પણ આ યુવકનું લાયસન્સ ના આવતા સમગ્ર મામલામાં ઘટસ્ફોટ થવા પામ્યો છે.સુરેન્દ્રનગર ના ચુડા ગામ ના ચિરાગભાઈ પંડ્યા દવારા આત્મરક્ષણ પરવાના માટે સુરેન્દ્રનગર કલેક્ટર  સમક્ષ હથિયાર પરવાના માટે અરજી કરેલ. આ યુવક શ્રીજી ટ્રેડર્સ નામની પેઢી ચલાવીએ છીએ અને વારંવાર ખરીદ – વેચાણ માટે ઘણી વખત રોકડ રૂપિયા સાથે હોય અમારી સલામતી સારુ સુરેન્દ્રનગર કલેક્ટર સમક્ષ હથિયાર પરવાના માટે તા. ૦૩.૧૨.૨૦૧૯ ના રોજ અરજી કરેલ સાથે રૂ. ૧૦૦૦/- અંકે એક હજાર રૂપિયાનું ચલણ ભરેલ અને અરજી સાથે સામેલ કરેલ. જે અન્વયે આ યુવક ને અરજી સબંધે રૂબરૂ પુરાવા રજુ કરવા માટે તા. ૨૭.૦૧.૨૦૨૦ ના રોજ બપોરે ૧૨ કલાકે જિલ્લા મેજીસ્ટ્રેટ  સુરેન્દ્રનગર સમક્ષ હાજર રહેલા પત્રથી જણાવામાં આવ્યું હતું.ત્યાર બાદ, હથિયાર નું લાઈસન્સ માગનાર યુવક અને ઝીણાભાઈ દેરવાડીયા જે ભાજપના નેતા સુરેન્દ્રનગેર જિલ્લાના છે તેઓશ્રી સાર્ધ અમોની ઓળખાણ હોવાથી તેમને આ બાબતે જાણ કરતા તેઓએ જિલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગર નાઓ યુવકના અંગત પરીચયમાં છે તેવું જણાવેલ અને તમારી ભલામણ ઝીણાભાઇ પોતે તેઓને કરી આપશે.તા. ૨૫.૦૧.૨૦૨૦ ના આ યુવક અરજદાર અને ઝીણાભાઈ દેરવાડીયાનાઓ કે. રાજેશ જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબને રૂબરૂ મળ્યા ત્યારે જિલ્લા મેજી. એ સરકારની ખાસ સૂચના છે કે ફંડ નાણાં જમા લઇ આત્મરક્ષણના હથિયારનો પરવાનો આપવો તેથી ૧ ચેક કોરો મુદત સમયે સાથે લાવશો અને આત્મરક્ષણની અરજી હથિયારનો પરવાનો મંજુર કરી આપીશ. ત્યારબાદ, તા. ૨૭.૦૧.૨૦૨૦ ના રોજ મુદતના દિવસે હથિયારનો પરવાનો માંગનાર યુવક અને તેમના પત્ની એડવોકેટ નયના ચિરાગભાઈ પંડયા, તથા ઝીણાભાઇ ત્રણેય જિલ્લા મેજી.  કે, રાજેશની ચેમ્બરમાં ગયા મતા અને તે સાથે અગાઉ વાત થયા મુજબ અમો એક એસ.બી.આઇ બેંક, અમદાવાદનો ચેક નં. ૯૧૦૬૫  તા. ૨૭.૦૧.૨૦૨૦ ના રોજનો શ્રીજી ટ્રેડીંગનો હતો તે અમો ત્રણેયની હાજરીમાં જિલ્લા મેજીસ્ટ્રેટ કે,રાજેશનાએ અમારી પાસેથી લઇ લીધેલ અને તેમાં તેમના સ્વારને ચેકની વિગતો ભરી અને તેમાં અંકમાં અને શબ્દોમાં રૂા. ૫,૦૦,૦૦૦/- અંકે પાંચ લાખ ભરી કલેક્ટર ફંડના નામનો લખી હથિયાર માંગનાર ની સહી કરાવેલ.ત્યાર બાદ, આશરે દસ – પંદર દિવસમાં અમારી હથિયાર પરવાનગી અરજી નામંજૂર કરતો પત્ર મળેલ. જેથી અમો અરજદાર હેબતાઇ ગયેલા. અને વિચારમાં પડી ગયેલા. જેથી અમારા પત્ની નયનાબેન એડવોકેટએ જિલ્લા મેજી. કે. રાજેશને ફોન કરેલ તેથી તેઓએ ફોનમાં કશું જણાવી શકીએ તેમ ના હોલ રૂબરૂમાં આવવાનો આગ્રહ કરેલ જેથી અમો ફરીથી તેઓને બે દિવસ બાદ તેઓએ જણાવેલ કે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફીસ માં નિયત સમયે રૂબરૂમાં મળવા ગયેલા. ત્યાં અમોએ અમારી અરજી નામંજૂર કરેલ તે બાબતે જણાવતાં, તેઓશ્રીએ અમારી પત્ની એડવોકેટ હોય તેથી રજુઆત કરતાં તેઓએ તમારા પાંચ લાખ સરકારમાં જમા થઇ ગયેલ છે અને પરત આવી શકે તેમ નથી જેથી પરવાના માટે વિનંતી કરતાં તેઓ ઉશ્કેરાઇ જઇ મારા પત્નીને મારી હાજરીમાં જેમ ફાવે તેમ વર્તન કરવા લાગેલા અને જણાવેલ કે તમારાથી થાય તેમ કરી લેજો હું પોતે ક્લેક્ટર છું તમારા પૈસા પણ નહી મળે અને પરવાનો પણ નહીં થવા દઉં તેવી ધમકીઓ આપેલ. જેથી અમો ત્યાંથી અપીલ કરવા સારુ પરત આવેલ.. ત્યારબાદ અમો અરજદારે હથિયારનો પરવાનો મેળવવા અપીલ શાખામાં અપીલ કરેલા ( ઉપરોકન બનાવ બાબતની વિગતો જણાવેલ છે જેથી અમારી અપીલ અરજી ધ્યાને લઇ અમો અરજદારને આત્મરક્ષણ માટે હથિયારની જરૂરીયાત હોય તેથી પરવાનો અપાવવા ગૃહવિભાગ અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને ઉપરોકત સુરેન્દ્રનગર કલેકટર ના આવા વર્તન તેમજ ધમકીમાં વચનો તેમજ તેમના દ્વારા અમારી પાસેથી પૈસા લીધેલા રૂપિયા પાંચ લાખ પરત અપાવવા તથા તે અંગે ભષ્ટાચાર નિવારણ અધિનીયમની જોગવાઇ હેઠળ જિલ્લા મેજી. કે રાજેશ ઉપર યોગ્ય તપાસ તથા કાર્યવાહી કરી અને યોગ્ય પગલાં લેવા હથિયાર પરવાનો માંગનાર યુવકે ગૃહવિભાગ અને મુખ્યમંત્રી અને રજૂઆત કરવામાં આવી છે ને સચિવાલયમાં પણ આ પ્રકારની રજૂઆત નોટરી કરી અને કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.