Abtak Media Google News

સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈજીની હાજરીમાં મોકડ્રીલ

રાજકોટ રેંજ આઇજી બે દિવસથી ઝાલાવાડની મુલાકાતે આવેલ હતા. જેમાં પોલીસ પરેડ બાદ પોલીસની તત્પરતા તપાસવા મોકડ્રીલનું આયોજન કરાયુ હતુ. જેમાં ત્રણ આતંકવાદીઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીનું અપહરણ કરાયાનો મેસેજ વહેતો થતા સનસનીખેજ ઓપરેશનમાં પોલીસે બન્નેને મુકત કરાવ્યા હતા.

7537D2F3

રાજકોટ રેંજના ઇન્સપેકટર જનરલ સંદીપ સીંઘ બે દિવસથી સુરેન્દ્રનગર જિલ્લાના ઇન્સપેકશન પર હતા. જેમાં જિલ્લાભરના પોલીસ અધિકારી અને જવાનોની પોલીસ પરેડનું તેઓએ નિરીક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શનથી જિલ્લાની પોલીસની તત્પરતા ચકાસવા માટે મોકડ્રીલનું આયોજન કરાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીનું ત્રણ આતંકવાદીઓએ અપહરણ કર્યા હોવાનો મેસેજ ફરતો થતા જ જિલ્લાની પોલીસ તુરંત એકટીવ મોડમાં આવી ગઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા મયૂરદાન ગઢવી જિલ્લા કલેકટર અને ઇલીયાસભાઇ સોલંકી જિલ્લા વિકાસ અધિકારી બન્યા હતા.

Screenshot 2019 12 02 10 33 26 918 Com.miui .Videoplayer

જયારે વિજય પનારીયા, વિજય સીંધવ અને અશ્વીનભાઇએ આતંકવાદીનો રોલ કર્યો હતો. બંદૂકના સામ-સામે ગોળીબાર વચ્ચે દિવાલ કૂદીને પોલીસ સ્ટાફ અંદર ગયો હતો. અને સામ-સામા ગોળીબારમાં બે આતંકીઓને ઠાર મરાયા હતા. જયારે એકને જીવતો પકડી બન્ને અધિકારીઓને સહી સલામત બહાર લવાયા હતા. પોલીસના દિલધડક અને સનીસનીખેજ ઓપરેશનને નીહાળવા જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે બે ઘડી શહેરીજનો થોભી જતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.