Abtak Media Google News

જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદન: યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના નિવાસ સ્થાને જલદ આંદોલન કરવાની ચીમકી

ભરવાડ સમાજની સગીર વયની દિકરી બેનાબેન વેલાભાઈ સરૈયા (ઉ.વ.૧૭, રહે. ઠે. તિલકનગર,  દેશળભગતની વાવ, સુરેન્દ્રનગર)વાળી દિકરીને પરપ્રાંતિય યુવક સંદિપ વિનોદભાઈ શર્મા કે જે યુ.પી.ના આગ્રા જીલ્લાની આજુબાજુનો રહેવાસી છે તે સુરેન્દ્રનગરમાં પપ્પુભાઈ મારવાડી કેટરર્સવાળાને ત્યાં કામ કરતો હતો .Screenshot 2018 11 02 20 13 33 914 Com.miuiતે અમારી દિકરીને બદકામ કરવાના ઈરાદે તા.૯/૯/૨૦૧૮ના રોજ રાત્રીના સમયે ભગાડી ગયેલ હોય જે અંગે અમોએ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા.૧૨/૯/૨૦૧૮ના રોજ ફર્સ્ટ ગુ.ર.નં.૬૯/૨૦૧૮થી ફરિયાદ દાખલ કરાવેલી જે અંગે પોલીસે કોઈ ઠોસ કાર્યવાહી કરતી ન હોય અને અમારી દિકરી સગીર વયની હોય, જેથી તેની નાની બહેન તેમજ તેની માતા હાલ માનસિક તણાવમાં જીવતા હોય તેમજ અમારા સમાજ ઉપર પણ ઘણા ખરાબ પ્રત્યાઘાત પડતા.

હોય,દિકરીના પિતા વેલાભાઈ પણ ખુબ જ માનસિક તણાવ અનુભવતા હોય, પોલીસ દ્વારા આ બાબતને ધ્યાને રાખી યોગ્ય કાર્યવાહી કરાવવા આવેદનપત્ર પાઠવ્યું છે. જો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો નાછુટકે સમાજના તેમજ દિકરીના પરીવારના લોકો દ્વારા ગાંધી ચિંઘ્યા માર્ગે મુખ્યમંત્રીના તેમજ ગૃહમંત્રીના નિવાસ સ્થાને જલદ આંદોલન કરવાની ચીમકી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.