સુરેન્દ્રનગર: વઢવાણ મહાજનના અબોલ પશુઓ માટે ફાળો એકત્ર કરાયો

શહેર કોંગ્રેસ પ્રમુખ અને ટીમ દ્વારા મહેતા માર્કેટના દુકાનદારો પાસેથી ફાળાની રકમ એકઠી કરાઇ

સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશ કોટેચા અને તેની ટીમ દ્વારા સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં વઢવાણ મહાજનના અબોલ પશુઓ માટે ફાળો એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સુરેન્દ્રનગર શહેરના કોંગ્રેસના કાર્યકરો અને વેપારી મિત્રોને સાથે રાખી અને વઢવાણ મહાજન પાંજરાપોળ મા રહેલા આ બોલ પશુઓ માટે સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં દુકાને દુકાને ફરી અને ફાળો એકત્રિત કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં જાણવા મળેલી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ કોટેચા રોહિતભાઈ પટેલ જિલ્લાના પૂર્વ પ્રમુખ  મનુભાઈ પટેલ તેમજ નરેન્દ્ર ભાઈ મુંજપરા તેમજ શહેરના વેપારી આશુતોષ કરિયાણાના વેપારી તેમજ અનેક વેપારી મિત્ર મંડળ દ્વારા હાલમાં વઢવાણ મહાજન છેલ્લા કેટલાક સમયથી એટલે કે કોરોનાવાયરસ નો મહામારી રોગ પ્રસરી જતા મોટા મોટા શહેરોમાંથી દાળ ની સંખ્યા ઘટી જવાના કારણે વઢવાણ મહાજન પાંજરાપોળ માં રહેલા બોર્ડ પશુઓને નિભાવ ખર્ચ માટે થોડી કપરી કસોટી બની છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના મહેતા માર્કેટના વેપારીઓ અને કોંગ્રેસી કાર્યકરો દ્વારા હાલમાં દુકાને દુકાને ફરી અને વઢવાણ મહાજન પાંજરાપોળ માટે ફાળો એકત્રિત કરી અને પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે અત્યારે હાલમાં આ સહયોગમાં કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે અને સાથ સહકાર આપી શકે છે ત્યારે કોઈને પણ વઢવાણ મહાજન પાંજરાપોળમાં અબોલ પશુઓને દાન માટે રકમ આપવાની થતી હોય તો દાન આપનાર વ્યક્તિને પાક્કી પહોંચ આપવામાં આવશે અને વઢવાણ મહાજન પાંજરાપોળ ને સહાય કરવા માટે હાલમાં અમારી ટીમ કાર્યરત છે ત્યારે જો કોઈપણ વ્યક્તિને દાન કરવાની ઈચ્છા હોય તો આ મોબાઈલ નંબર૯૮૨૫૯૪૨૨૭૭ ઉપર કોન્ટેક કરી અને સાથે જોડાઈ પણ શકે છે અને દાન પણ આપી શકે છે તો આ કાર્યમાં જોડાવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે

Loading...