સુરેન્દ્રનગર : બાવળામાં બર્ડ ફ્લુ?? ત્રણ પક્ષી મળ્યા મૃત

સમગ્ર રાજ્યના અમુક જીલ્લાઓમાં હાલ બર્ડફલુએ પગપેસારો કર્યો છે ત્યારે બાવળા વિસ્તારમાંથી એક સાથે ૩ પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતાં લોકોમાં અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી અને આ અંગે બાવળા પશુપાલન તેમજ વન વિભાગની ટીમને જાણ કરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળા ખાતે આવેલ ખાનગી હોસ્પીટલ સામે હાઈવે પર પાણી ભરેલ એક ખાડામાંથી પીડી ચાંચવાળા પેન્ટાટોક નામના પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતાં જે અંગે આસપાસથી પસાર થતાં લોકોને જાણ થતાં ઘટના સ્થળે ઉમટી પડયાં હતાં અને એક તરફ બર્ડફલુની દહેશત હોય ફફડાટ વચ્ચે પશુપાલન તેમજ વન વિભાગની ટીમને જાણ કરી હતી.

આથી બાવળા પશુપાલન તેમજ વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃત પક્ષીઓનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી ત્યારે પ્રાથમિક તપાસમાં પક્ષીઓના મોત શોટ સર્કિટથી થયા હોવાનું બહાર આવ્યું હતું જો કે આ બનાવથી પક્ષીપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.

Loading...