Abtak Media Google News

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લીંબડીના ઇન્ચાર્જ સર્કલ પોલિસ ઈન્સ. પી.ડી. પરમાર તથા લીંબડી પો.સ.ઇ. જે. ડી.મહિડા તથા સ્ટાફના  એ.એસ.આઈ. મહેશભાઈ બાર, કમાન્ડો મનીષભાઈ, નવઘણભાઇ, મહેશ ગઢવી, ડ્રાં. જગમાલભાઈ સહિતની ટીમ દ્વારા લીંબડી ટાઉનમાં નવા વાસમાં છાપો મારી, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે મારામારી અને એટ્રોસિટીના ગુન્હામાં છેલ્લા દશ માસથી વોન્ટેડ નાસતો ફરતો આરોપી પ્રકાશ ઉર્ફે જયદીપ પ્રભુદાસ દેસાણી જાતે બાવાજી ઉવ. ૨૭ રહે. ૮૦ ફુટ રોડ, ગોકુળ નગર, સુરેન્દ્રનગરને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી આરોપી પ્રકાશ ઉર્ફે જયદીપ પ્રભુદાસ દેસાણી જાતે બાવાજી ઉવ. ૨૭ રહે. ૮૦ ફુટ રોડ, ગોકુળ નગર, સુરેન્દ્રનગરની પૂછપરછ કરતાં પોતે સહ આરોપી ચંપાબેન નો જમાઈ હોઈ, ફરિયાદીને પોતે અનું. જાતિ ની ક્ધયા સાથે લગ્ન કરેલા હોઈ એ ફરિયાદીને ગમતી વાત ના હોય, તે બાબતે પોતાની સાથે ઝઘડો કરેલ હોવાની કબૂલાત કરેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.