Abtak Media Google News

ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત એટીએસ સમક્ષ આતંકી ભટકલે અનેક ચોંકાવનારી કબુલાત આપી

આતંકવાદી યાસીન ભટકલે વર્ષ ૨૦૦૮માં અમદાવાદમાં બ્લાસ્ટ બાદ સુરતમાં પણ ૨૯ વિસ્ફોટ કરવાનો પ્લાન ઘડયો હોવાની કબુલાત આપી છે. ભટકલ વર્ષ ૨૦૦૮ની ૨૬ જુલાઈએ અમદાવાદ બ્લાસ્ટ સમયે સુરતમાં હતો તેવું ક્રાઈમ બ્રાંચના સૂત્રોનું કહેવું છે. તે સમયે તેણે ગુજરાતના અન્ય શહેરોમાં પણસીરીયલ બ્લાસ્ટ માટે પ્લાન ઘડી કાઢયો હતો.

ઈન્ડિયન મુઝાહુદ્દીન સો સંકળાયેલા યાસીન ભટકલની પુછપરછ દરમિયાન તેણે ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત એટીએસ સમક્ષ ઈન્ડિયન મુઝાહીદ્દીનના અનેક પ્લાનનો ઘટસ્ફોટ કર્યો હતો. જુલાઈ ૨૦૦૮માં યેલા સીરીયલ બ્લાસ્ટ બાદ ગુજરાતના અન્ય શહેરોમાં પણ વિસ્ફોટ કરવાની તૈયારી ભટકલે કરી હતી.

જયપુર, બેંગ્લોર અને દિલ્હીમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યા બાદ તેણે અમદાવાદમાં પણ સીરીયલ બ્લાસ્ટ કર્યા હતા. આ બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસે ઘટના સો સંકળાયેલા કેટલાક ઓપરેટીવને પકડી પાડયા હતા. તેમણે અન્ય રાજયોમાં મોટા હુમલા કરવાની વાતનો ઘટસ્ફોટ કરતા આ હુમલા રોકી શકાયા હતા.

પોલીસ પાસે ભટકલ તેમજ બોમ્બ બ્લાસ્ટ સો સંકળાયેલા અસ્દુલ્લા અખતર ઉર્ફે હડ્ડી વચ્ચેના વાર્તાલાપના પુરાવા પણ છે. જેમાં બન્ને વચ્ચે ગુજરાતના શહેરોમાં આત્મઘાતી હુમલા કરવાની વાતનો ઉલ્લેખ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.