Abtak Media Google News

થમ્બ ડિવાઈસમાં ગ્રાહકોના અંગૂઠાના નિશાન એકથી વધુ વાર લેતો

સ્પેશિયલ ઓપરેશન ગૃપએ પુણા વિસ્તારમાંથી મોબાઈલની દુકાનમાંથી ૧૫૦ રૂપિયામાં બેનંબરી ધંધો કરતા તત્વોને એકટિવેટેડ સીમકાર્ડનું આપવાનું મોટું કૌભાંડ પકડી પાડી દુકાનદારની અટક કરી પુણા પોલીસને સોપી દીધો હતો.

પુણા ભૈયાનગરમાં વિશ્વકર્મા કોમ્પલેક્ષમાં સોલંકી મોબાઈલ નામની દુકાન વગતારામ મોડાજી માલીઉ (રહે. વિશ્વકર્મા સોસાયટી. ભૈયાનગર, પુણાગામ) ચલાવે છે. દુકાનદાર જે ગ્રાહકો સીમકાર્ડ ખરીદી કરવા આવતા તેના ડોક્યુમેન્ટોની એક નકલ કરાવી લેતો હતો. વેરીફિકેશન વખતે ગ્રાહકોના થમ્બ ડિવાઈસમાં અંગૂઠાના નિશાન એકથી વધુ વાર લેવડાવતો. આ રીતે ગ્રાહકોના નામથી સીમકાર્ડ એકટિવેટ કરાવીને રૂ. ૧૫૦ થી લઈને ૩૦૦ સુધી લઇને બેનંબરી ધંધા કરતા તત્વોને વેચી મારતો હતો. એસઓજીએ એક યુવકને ગ્રાહક તરીકે મોકલતા કૌભાંડ બહાર આવ્યું હતું. એસઓજીએ દુકાનમાંથી બે આઈડીયા અને એક વોડાફોન કંપનીના એકટિવેટેડ સીમકાર્ડ, સાત ગ્રાહકોની આધારકાર્ડની ઝેરોક્ષ, મોબાઈલફોન, પાસપોર્ટ સાઈઝના ૨૨ ફોટો, થમ્બ ઈમ્પ્રેસન કરવાનું ડિવાઈસ સહિત ગ્રાહકોના ડેટા કબજે કર્યા છે. એસઓજીએ દુકાનદારને પકડી પાડી પુણા પોલીસને સોંપી દીધો હતો. પુણા પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો છે.

એક્ટિવેટ સીમકાર્ડ બુટલેગરો કે અન્ય બેનંબરી ધંધાદારીઓને જેવો ગ્રાહકો તેવો ભાવ લઈને આપી દેતો હતો. વધુમાં દુકાનદાર સીમકાર્ડનો ટાર્ગેટ પુરો કરવા માટે ગ્રાહકો નામના સીમકાર્ડ એક્ટિવેટ કરાવી લેતો હોવાની વાત કરી રહયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.