સુરતના જ્વેલર્સે બનાવ્યો ગોલ્ડ અને રિયલ ડાયમંડનો ફૂટબોલ…

111

સુરતના વેપારીઓ કઈક ને કઈ નવું બનાવતા જ હોય છે. તો હાલમાં સુરતના જ્વેલર્સો એ ગોલ્ડ અને રિયલ ડાયમંડમાંથી ફૂટબોલ બનાવ્યો હતો આ ફૂટબોલનો 22 સેન્ટીમીટર વ્યાસ છે. આ ફૂટબોલને સુરતના જ્વેલર્સો દ્વારા સ્પેશિયલ ડિઝાઈન કરવામાં આવ્યો હતો. આ ફૂટબોલને બનાવવામાં 40 દિવસનો સમય લાગ્યો હતો. 7 કારગીરો દ્વારા 40 દિવસમાં આ ફૂટબોલ તૈયાર કરવામાં આવ્યો હતો.

 ફૂટબોલ બનાવવા માટે 982 ગ્રામ ગોલ્ડ અને 1389 કેરેટ રિયલ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 1285 નંગ વ્હાઈટ ડાયમંડ અને 380 નંગ બ્લેક ડાયમંડમાંથી તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યારે કુલ ફૂટબોલનું વજન 1 કિલો છે. હોંગકોંગમાં યોજાયેલા જ્વેલરી એક્ઝિબિશનમાં ફૂટબોલ ડિસપ્લે કરવામાં આવ્યો હતો. જેની કિંમત 50 લાખ રૂપિયા છે.

Loading...