Abtak Media Google News

બે વર્ષથી અમેરિકા સ્થાયી થયેલા બિલ્ડર સુરત આવ્યાની જાણ થતા પાંચ સાગરીતો સાથે અપહરણ કરી રૂ. ૧૯કરોડતાત્કાલિકચુકવવાકર્યુદબાણ

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં જાણીતા દાતાની છાપ ધરાવતા અને દર વર્ષે ૩૦૦ જેટલી નિરાધારા દિકરીઓના લગ્ન કરાવી આપતા મહેશભાઇ વલ્લભભાઇ સવાણી અને તેના પાંચ જેટલા સાગરીતોએ રૂ.૩ કરોડની ઉઘરાણી વસુલ કરવા માટે બિલ્ડરનું અપહરણ કરી રૂ.૧૯ કરોડ પડાવવા લાફા માર્યાની ઉમરા પોલીસ માં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. છેલ્લા બે વર્ષથી અમેરિકા સ્થાયી થયેલા મુળ અમરેલી પંથકના કેરીયાચાટ ગામના વતની વૃધ્ધની ફરિયાદ પરથી પોલીસે ખંડણી અને અપહરણ અંગેનો ગુનો નોંધી મહેશભાઇ સવાણીની શોધખોળ હાથધરી છે.

7537D2F3 4

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ સુરતના કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા ગૌતમભાઇ ખોડીદાસભાઇ પટેલનું ગત તા.૪ના સાંજે તેમના ઘરેથી મહેશ વલ્લભભાઇ સવાણી અને તેના પાંચ સાગરીતોએ જુદી જુદી બે કારમાં આવી અપહરણ કરી રૂ.૩ કરોડ ના બદલા માં રૂ.૧૯ લાખ તાત્કાલિક આપવા અથવા તેનો કરોડોની કિંમતનો બંગલો લખી આપવા ધમકી દઇ લાફા માર્યાની પોલીસ માં ફરિયાદ નોંધાતા પી.એસ.આઇ. બી.બી.ગોંડલીયાએ તપાસ હાથધરી છે.

ગૌતમભાઇ પટેલ અને તરૂણભાઇ રાવલ સુરતમાં ભાગીદારીમાં બાંધકામ નો વ્યવસાય કરતા હતા ત્યારે તેમને પૈસાની જરૂર હોવાથી જાણીતા દાતા અને ઉદ્યોગ પતિ મહેશભાઇ સવાણી પાસેથી રૂ.૩ કરોડ હાથ ઉછીના લીધા હતા. દરમિયાન તરૂણભાઇ રાવલ નું મોત થતા મહેશભાઇ સવાણી પાસેથી લીધેલા રૂ.૩ કરોડ ગૌતમભાઇ પટેલે ચુકવવા નું નક્કી થયું હતુ. દરમિયાન ગૌતમભાઇ પટેલ છેલ્લા બે વર્ષથી સુરત જતા રહ્યા હતા અને તાજેતરમાં સુરત આવ્યા ની મહેશભાઇ સવાણીને જાણ થતા તેના સાગરીત ગોપાલ અને ચાર અજાણ્યા શખ્સો ગૌતમભાઇ પટેલ પાસે ઘસી ગયા હતા અને ઝઘડો કરી પોતાની સાથે કારમાં મહેશભાઇ સવાણીને ત્યાં આવવા દબાણ કરતા હતા તે દરમિયાન મહેશભાઇ સવાણી કારમાં ત્યા ઘસી આવ્યા હતા અને ગૌતમભાઇ પટેલને ઓફિસે આવીને હિસાબ કરી લઇએ તેમ કહી બળજબરીથી કારમાં બેસાડી પોતાની ઓફિસે લઇ ગયા બાદ લાફા મારી રૂ.૧૯ કરોડની ઉઘરાણી કરી હતી અને બંગલો લખી આપવા દબાણ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.