ગૃહિણીઓના પક્ષમાં સુપ્રીમ: ઘરકામને લઈ મહત્વની નોંધ લેતા સુપ્રીમે જે કહ્યું તે દરેક પુરુષે સમજવા જેવું

ઘરકામ પણ ઓફિસ કામની ઝંઝટથી કમ નથી; ગૃહિણીઓના કાર્યને “ઓછા” આંકનારી વિચારધારા બદલવી જરૂરી: સુપ્રીમ કોર્ટ

ભારતમાં ઘર સંભાળનાર મહિલાઓની સંખ્યા ૧૬ કરોડ જ્યારે પુરૂષોની સંખ્યા ૬૦ લાખ

ઘરકામ સરળ છે અને બહારના તમામ કામ અઘરા છે… આ વિચારધારા મોટાભાગના પુરૂષોની હોય છે. આપણે ઘણીવાર એવું કહેતા પણ સાંભળ્યું હોય છે કે ઘરકામમાં શું હોય ?? એ તો ચપટી વગાડતા થઈ જાય પરંતુ આ વિચારધારા તદ્દન ખોટી છે એ તો જે ઘરકામ સાથે સંકળાયેલા હોય એ જ જાણી શકે. અહીં મહત્વનું એ છે કે આ તરફ સુપ્રીમ કોર્ટે પણ ધ્યાન દોરી મહત્વના સુચનો કર્યા છે. તાજેતરમાં એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ઘર સાચવવું એ રૂપિયા રળવા કરતાં જરાય ઓછું મહત્વનું નથી. ઘરકામ ઓફિસ કામની ઝંઝટથી કમ નથી. ગૃહિણીઓના કાર્યને ઓછા આંકનારી વિચારધારા બદલવી અતિ આવશ્યક છે.

ઘરકામ કરનારી મહિલાઓનું કાર્ય તેમના પતિના ઓફિસ કામ જેટલું જ મહત્વનું છે. આજના આધુનિક યુગમાં રાજકીય, આર્થિક, સામાજીક એમ દરેક ક્ષેત્રે મહિલાઓ પુરૂષોની સમોવડી બની છે. તો પછી આ પ્રકારે ગૃહિણીઓની કાર્યક્ષમતાને ઓછી આંકી તે આર્થિક રીતે કોઈ મદદ ન કરતી હોવાનું સમજી તેના કામને ઓછી મહત્વતા પ્રદાન કરવી એ અયોગ્ય છે. પરંતુ ઘરકામ કરવું એ એક મોટી જવાબદારી જ છે જેને સારી રીતે નિભાવવી એ પૈસા કમાવવા કરતાં જરાય ઓછું નથી. જસ્ટીસ એન.વી.રમણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે, આ વિચારધારામાંથી લોકોએ બહાર આવવું જોઈએ. ગૃહિણીઓની મહેનત માટે આર્થિક મુલ્ય નક્કી કરવું અઘરું છે. વર્ષ ૨૦૧૧ની જનગણના મુજબ ભારતમાં ૧૬ કરોડ મહિલાઓ જે ઘરકામ જ કરે છે અને નોકરી, વ્યવસાય સાથે સંકળાયેલ નથી જ્યારે ઘર સંભાળનાર પુરૂષોની સંખ્યા ૬૦ લાખ આસપાસ છે.

જણાવી દઈએ કે, કાર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર એક દંપતીના રિશ્તેદારને મળનાર વળતરના એક કેસમાં સુપ્રીમ કોર્ટે આ પ્રકારે મહત્વનું અવલોકન કર્યું હતું

Loading...