Abtak Media Google News

રાજકીય પક્ષોની એવી તે કઈ મજબૂરી છે કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારને જ ટિકિટ આપે છે?: સુપ્રીમનો સણસણતો સવાલ

સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વના આદેશમાં દેશના રાજકીય પક્ષોને જણાવ્યું છે કે તેઓ ચૂંટણી લડનારા તમામ ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ પ્રજા સમક્ષ રજૂ કરે. આ માટે કોર્ટે રાજકીય પાર્ટીઓને જણાવ્યું કે, તેઓ ચૂંટણી લડી રહેલા તેમના ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડની વિગતો વેબસાઈટ પર જાહેર કરે.

સુપ્રીમ કોર્ટે આ સાથે જ ચિમકી આપતા રાજકીય પક્ષોને જણાવ્યું છે કે જો આ આદેશનું પાલન નહીં કરવામાં આવે તો કોર્ટ અવમાનનાની કાર્યવાહીનો સામનો પણ કરવો પડશે. રાજકારણમાં વધી રહેલી ગુનાખોરી પર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજકીય દળોને કહ્યું છે કે તેઓ પોતાના ઉમેદવારોનો ગુનાઈત ઈતિહાસ અખબારો, વેબસાઈટ્સ અને સોશિયલ સાઈટ્સ પર જાહેર કરે.

આ સાથે જ પક્ષોને સવાલ કર્યો છે કે તેમની એવી શું મજબૂરી છે કે તેઓ ગુનાઈત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે અને ચૂંટણી લડવા મેદાનમા ઉતારે છે. સર્વોચ્ચ ન્યાયલાયના જસ્ટિસ એફ નરિમાનના વડપણ હેઠળની ખંડપીઠે તેમના આદેશમાં જણાવ્યું છે કે રાજકીય પક્ષોએ આ બાબતે ઉમેદવાર પસંદ કર્યાના ૭૨ કલાકમાં તેમની સામેના પડતર ગુનાઓની યાદી સાથેનો કમ્પલાયન્સ રિપોર્ટ ચૂંટણી પંચમાં આપવાનો રહેશે. જો કોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં રાજકીય પક્ષ નિષ્ફળ નિવડે છે તો ચૂંટણી પંચે આ બાબતે ધ્યાન દોરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.