Abtak Media Google News

કોલકતાની એક સ્ત્રી દ્વારા કરાયેલી અરજીની સુનાવણી વખતે જજો  દિધામાં મુકાયા

પ્રેગનેન્સી એકટ હેઠળ અબોશર્ન માટે બિમારીના કારણો હેઠળ છુટ છે ત્યારે  ઘણા લોકો દ્વારા આ પ્રકારે અબોશર્ન માટે સુપ્રિમ કોર્ટમાં પરવાનગી માટે અરજી થતી હોય છે. ત્યારે ડેડલાઇન જાહેર કરવા માટે સુપ્રિમ કોર્ટ દ્વારા સરકારને નોટીસ મોકલવામાં આવી છે. કલકતાની એક પ્રગનેન્ટ સ્ત્રી દ્વારા ૧૯૭૧ના પ્રેગનેન્સી એકટના સેકસન ૩ હેઠળ કરાયેલી અબોશનની અરજી સંદર્ભે ૨૦ અઠવાડિયાના ગર્ભ ધારણ બાદ ગર્ભપાત થઇ શકે છે તેમ તે અંગે કેન્દ્ર દ્વારા જવાબ માંગો હતો. તેમજ આ પ્રકારના કેસોમાં અબોસર્ન માટે ડેડલાઇન જાહેર  કરવા સુપ્રિમ કોર્ટ દ્વારા નોટીસ ફટકારાઇ હતી.

આ અંગેનું બિલ ૨૦૧૪ થી પાર્લામેન્ટમાં પેન્ડીંગ છે જેમાં ર૪ અઠવાડિયાના અવોશનને કાયદેસરતા આપવાની માગ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટ દ્વારા આજ પ્રકારની અસંખ્ય અરજીઓ છેલ્લા પાંચ વર્ષમાં આવી હતી. જેમાં તબિયત ખરાબ હોવાના કારણે ર૩ મહિનાના ગર્ભની પડાવવા માટે છૂટ મળી હતી. જેમાં સુપ્રિમ દ્વારા આ અરજીઓમાંથી મોટા ભાગની અરજીઓ ૨૦ અઠવાડીયા પછીની જ હોવાની નોંધ લેવાઇ હતી. આ પ્રકારની કલકતાની સમીક્ષા ચક્રવર્તી નામની સ્ત્રી દ્વારા અબોશન માટે જસ્ટીસ ધનજય ચક્રવતી અને સંજય કિશન કૌલ દ્વારા સુનાવણી વખતે તાજેતરમાં જ નોંધાયું હતું કે તેને જયારે ગત રપ મેના રોજ બિમારી થઇ ત્યારે ર૦ અઠવાડીયા કરતાં વધુનો ગર્ભ હતો. ત્યારે પદમભૂષણ એવોર્ડ વિનર કાર્ડિયાક સર્જન દ્વારા તેને અબોશર્ન માટે છુટ આપવાની માંગણી કરવામાં આવી હતી. ત્યારે અબોસર્ન એકટના સેકસન-પ હેઠળ જે પ્રકારની બિમારી નોંધાવી જોઇએ તે પ્રકારની ન હોય સુપ્રિમ કોર્ટ દ્વારા અબોસર્નની ચોકકસ સમય મર્યાદા નકકી કરવા સરકારને નોટીસ મોકલવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.