Abtak Media Google News

સજાતિય સંબંધો અંગે ચુકાદાની ફેરતપાસ થશે

કલમ ૩૭૭નો મામલો પાંચ જજની બંધારણીય ખંડપીઠ સંભાળશે

એલજીબીટીકયુ સમાજના યૌન હક્કો માટે વડી અદાલતે પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ તૈયાર કરી છે જે આગામી મંગળવારી આઈપીસીની કલમ ૩૭૭ને ડિક્રિમીલાઈઝડ કરવા અંગે સુનાવણી હાથ ધરશે.

મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રા આ ખંડપીઠના અધ્યક્ષ રહેશે. આ ઉપરાંત ખંડપીઠમાં આર.એફ.નરીમાન, એ.એમ.ખાનવીલકર, ડી.વાય.ચંદ્રચુડ અને ઈન્દુ મલ્હોત્રાનો સમાવેશ થાય છે. બે વર્ષ પહેલા એન.એસ.જોહર, પત્રકાર સુનિલ મહેરા, શેફ રીતુ દાલમીયા, હોટલ સંચાલક અમન ના અને બિઝનેશમેન આયેશા કપુર સહિતનાએ પીટીશન દાખલ કરી હતી. આ પીટીશનમાં અશોક રોવ તા ફિલ્મ મેકર શ્યામ બેનેગલ પણ જોડાયા હતા.

વડી અદાલતમાં હજુ નાઝ ફાઉન્ડેશને ઈન્ડિયન પીનલ કોડને પડકારતી અરજી પેન્ડીંગ છે. વર્ષ ૨૦૦૧માં નાઝ ફાઉન્ડેશને દિલ્હી હાઈકોર્ટમાં આ અરજી કરી હતી. જેમાં કલમ ૩૭૭ને નાબુદ કરવાની ભલામણ થઈ હતી. શુક્રવારે વડી અદાલતે પાંચ ન્યાયાધીશોની ખંડપીઠની રચના કરી હતી. જે આગામી મંગળવારી એલજીબીટીકયુ સમાજના યૌન અધિકારો મામલે સુનાવણી હાથ ધરશે.

ભારતીય દંડ સહિતા આઈપીસીની સેકશન ૩૭૭ (અકુદરતી જાતિય અપરાધ)ની અધિકૃતતા માન્ય રાખવા સર્વોચ્ચ અદાલતના ૨૦૧૩ની ૧૧ ડિસેમ્બરે આપેલા ચુકાદા તા કેટલીક રીવ્યુ અરજીઓને કાઢી નાખતા જાન્યુઆરી ૨૦૧૪ના આદેશને પડકારતી નાઝ ફાઉન્ડેશનની કયુરેટીવ એટલે કે સુધારાત્મક અરજી સાંભળવા કોર્ટ સહમત થઈ હતી. અરજદારો દાવો કરી રહ્યાં છે કે, ૨૦૧૩ની ૧૧ ડિસેમ્બરે વડી અદાલતે આપેલા ચુકાદામાં ક્ષતિ રહી ગઈ છે. કારણ કે તે જૂના કાયદા પર આધારીત છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.