Abtak Media Google News

સીબીઆઇ દ્વારા તપાસ થઇ રહેલા આવા મહત્વપૂર્ણ કેસોમાં સીલબંધ કવરોમાં સુપ્રીમને અપાયેલી વિગતો ગુપ્ત રહેતી ન હોય આવા કેસો બંધબારણે ચલાવવાનો ચીફ જસ્ટીસ રંજન ગોગાઇએ લીધેલો નિર્ણય

સી.બી.આઇ. માં સર્વોપરીતા માટેનો ઉભો થયેલો વિવાદ સુપ્રિમ કોર્ટમાં પહોચ્યા બાદ સીબીઆઇ અને સરકારે સીલબંધ કવરમાં રજુ કરેલા જવાબો મીડીયામાં લીક થઇ ગયા હતા. જેથી સીબીઆઇમાં આંતરીક ચાલતી લડાઇ જગજાહેર થઇ જતા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસે આ મુદ્દે ભારે નારાજગી વ્યકત કરી હતી. જે બાદ ચીફ જસ્ટીક ગોગાઇએ સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલા ગુજરાતના રમખાણ રજી કૌભાંડ, કોલસા કૌભાંડ, રાફેલ જેવા મહત્વ પૂર્ણ કેસો બંધબારણે ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેથી આ મહત્વપૂર્ણ કેસોના ચૂકાદા આવ્યા પહેલા તેની જાહેર થઇ જતી વિગતો અને તેના કારણે ન્યાયતંત્ર પર થતા આક્ષેપોને અટકાવી શકાય…

સીબીઆઇના બે વરિષ્ઠ અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે સુપ્રિમમાં ચાલી રહેલા વિવાદની સીલબંધ કવરમા અપાયેલી વિગતો જાહેર થઇ જતાં સીબીઆઇની આબરુ જે ભારે  ધકકો પહોચ્યો હતો. જેથી નારાજ ચીફ જસ્ટીસ રંજન ગોગાઇએ આ કેસ ઉપરાંત સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલા તમામ મહત્વના કેસો બંધ બારણે ચલાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ બંધ બારણે થયેલી કાર્યવાહી કેટલાકને વિક્ષેપીત લાગે છે. જે જેની અસરકારકના પર પ્રશ્નાંર્થ ઉભા કરે છે. અને આવા લોકો સુપ્રિમ કોર્ટની બંધ બારણે થયેલી કાર્યવાહી સામે શંકા વ્યકત કરે છે.

સુપ્રિમ કોર્ટમાં વર્ષ ૨૦૦૦ થી ચાલી રહેલા ગુજરાતમાં રમખાણનો કેસ, રજી સ્પેકરુમ ફાળવણી કૌભાંડ, કોલસા બ્લોક ફાળવણી કૌભાંડ, રાફેલ સહીતના કેસોની બંધબારણે સુનાવણી ચાલે છે. જેનાથી આ કેસોના તમામ નિવેદનો, અહેવાલો રજુ થયેલા જવાબો તમામ બાબતે અતિ ગુપ્તતા રાખવામાં આવે છે. જેથી ઘણી વખત રજુ થયેલા નિવેદનો કે અહેવાલો બાબતે કયારેક ખોટી વિગતો બહાર આવી જતી હોય છે. તો રાજકીય પક્ષો પણ આવી કાર્યવાહી અંગે સાચા-ખોટા વિનેદનો કરીને પોતાના રાજકીય રોટલા શેકી લેતા હોય છે.

ગોધરાના રમખાણોના કેસમાં આર.કે. રાધવનની આગેવાની હેઠળ એસઆઇટીએ સુપ્રિમ કોર્ટ સમક્ષ કરેલી કાર્યવાહીનો રિપોર્ટ સીલબંધ કવરમાં રજુ કર્યો હતો જે કેસમાં નરેન્દ્રભાઇ મોદીની ગુજરાત સરકાર ગુન્હેગાર હતી. જયારે સામાજીક કાર્યકરો અને તેમના કાર્યકરોના વકીલોએ રાઘવનને સ્વતંત્ર તપાસકાર તરીકે ગણાવીને તેમની  એસ.આઇ.ટી.ના અહેવાલ મીડીયામાં પ્રસિઘ્ધ કરાવ્યા હતો. આ અહેવાલમાં રમખાણપીડીતો અને સાક્ષીઓની પ્રસંશા કરવામાં આવતા આ કેસ સંકળાયેલા સામાજીક કાર્યકરના વકીલો આ અહેવાલ પ્રસિઘ્ધ કરનારા પત્રકાર સામે તિરસ્કારની કાર્યવાહી શરુ કરવાની વિનંતી કરી હતી.

યુપીએ સરકાર વખતે થયેલા કોલસા બ્લોકની ફાળવણીમાં થયેલા કૌભાંડની તપાસમાં પણ સીબીઆઇએ બંધ કવરમાં રીપોર્ટની કાર્યવાહી અપનાવી હતી. આ કેસમાં તત્કાલીન વડાપ્રધાન મનમોહસિંઘને આરોપી બનાવવામાં આવ્યા હોવા છતાં તેમની સામે સુનાવણી ૨૦૧૫ની સુપ્રિમ કોર્ટમાં અટકી ગઇ છે. આમ આવા મહત્વપૂર્ણ કેસોમાં સીલબંધ કવરમાં અપાયેલી વિગતો, પુરાવાઓ, નિવેદનો જાહેરમાં આવી જતા હોય છે. જેથી ઉપોરકત આવા તમામ મહત્વપૂર્ણ કેસો કે જેથી તપાસ સીબીઆઇ કરી રહી છે તેને બંધબારણે ચલાવવાનો નિર્ણય કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.