Abtak Media Google News

દિવાળી દરમિયાન વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે ફટાકડાંનું વેચાણ અને ફટાકડાં સળગાવવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગુ કરવા માટે કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શરતો સાથે ફટકડાંના વેચાણને મંજૂરી આપી છે. પરંતુ ઓનલાઈન ફટાકડાંના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે. આ ઉપરાતં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, રાત્રે 8-10 દરમિયાન જ ફટાકડાં ફોડી શકાશે.

દેશમાં ફટાકડાંઓના વેચાણ અને ફટાકડાં સળગાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં ઓછા એમિશનવાળા અને જેની પાસે લાઈન્સ હોય તેમને જ ફટાકડાંઓનું વેચાણ કરવાની મંજૂરી આપી છે. તે ઉપરાંત ઓનલાઈન ફટાકડાંના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, ઓનલાઈન ફટાકડાં વેચાણ ગેરકાયદેસર ગણવામાં આવશે. કોર્ટના જણાવ્યા પ્રમાણે રજૂ કરેલા નિયમોનું પાલન કરાવવાની દરેક વિસ્તારના SHOની જબાવદારી રહેશે. જો નિયમોનું પાલન કરાવવામાં નહીં આવે તો SHOને અંગત રીતે કોર્ટની અવગણનાના દોષિત માનવામાં આવશે.

28 ઓગસ્ટે જસ્ટિસ એકે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની દલીલ પૂરી થયા પછી નિર્ણય સુરક્ષીત રાખવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ પહેલાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ફટકડાંઓના વેચાણ પર પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, ફટાકડાંના ઉત્પાદન વિશે નિયમો બનાવવા તે વધારે સારો વિકલ્પ છે. એલ્યુમિનિયમ અને બેરિયમ જેવી સામગ્રીનો ઉપયોગ રોકવો યોગ્ય રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.