Abtak Media Google News

નેશનલ કે સ્ટેટ હાઈ-વેની ૫૦૦ મીટરની સીમામાં દારૂના વેંચાણ પરના પ્રતિબંધ મામલે વડી અદાલતનું પૃથ્થકરણ

વડી અદાલતે દેશના હાઈ-વેની ૫૦૦ મીટર નજીક દારૂ વેંચવા ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. ત્યારબાદ વડી અદાલતના આ નિયમથી બચવા હાઈ-વેને સામાન્ય રોડ-રસ્તાનું નામ આપવાનું ચલણ શરૂ થયું હતું. તાજેતરમાં વડી અદાલતે મ્યુનિસિપલ વિસ્તારમાંથી પસાર થતાં રસ્તાને હાઈ-વેની વ્યાખ્યા લાગુ ન પડે તેવું કહ્યું છે.

જસ્ટીસ ખેહર અને જસ્ટીસ ચંદ્રચુડ તથા એલ.એન.રાવની ખંડપીઠે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના શહેરમાંથી પસાર થતા રસ્તા પર દા‚ વેંચવાની પરમીટ મામલે થયેલી પીટીશનને રદ્દ કરી છે. ખંડપીઠે હુકમમાં કહ્યું છે કે, શહેરોમાંથી નિકળતા રોડ ઉપર દારૂ વેંચવાના પ્રતિબંધનો હુકમ નહોતો.

એકંદરે વડી અદાલતના હુકમનું તંત્ર દ્વારા જડ અને ખોટુ અર્થઘટન કરવામાં આવ્યું હોવાનું ફલીત થાય છે. અલબત ઘણા રાજયોમાં નેશનલ હાઈ-વેને મ્યુનિસિપલ રોડમાં ખપાવી દેવાનો પ્રયાસ થયો છે. મ્યુનિસિપલ રોડમાં ખપાવી રોડ ઉપર દા‚ વેંચવા વડી અદાલતના નિયમોમાંથી છટકબારી શોધાઈ છે. જો કે, વડી અદાલત આ મામલે પણ હુકમની અમલવારી થાય તે નિશ્ર્ચિત કરવા સતર્ક છે.

અહીં ઉલ્લેખનીય છે કે, નેશનલ કે સ્ટેટ હાઈ-વેની આસપાસ દારૂના વેંચાણના કારણે અનેક વાહન ચાલકો દારૂનું સેવન કરવા પ્રોત્સાહિત થાય છે.

પરિણામે દારૂ પીને વાહન ચલાવતા અકસ્માતનો ભોગ બને છે અને વર્ષે અનેક માનવ જીંદગીઓ નેશનલ સ્ટેટ હાઈ-વે પર ડ્રન્ક ડ્રાઈવીંગના કારણે મોતના મુખમાં ધકેલાઈ જતી હોય છે. જેથી વડી અદાલતે નેશનલ કે સ્ટેટ હાઈ-વેની ૫૦૦ મીટરની સીમામાં દા‚નું વેંચાણ કરવા ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો.

 


 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.