નિરાધાર મહિલાઓનો આધાર ઉષાબેન જોશી: બે દસકાથી અવિરત સેવાયજ્ઞ

સેવા એજ પરમો ધર્મ

એકલા હોય તેની કેર કરીને અનાજ-દવા સહિતની તમામ મદદ સાથે ૪૦ મંદબુધ્ધિની બાળાઓને રાશન સહાય છેલ્લા ત્રણ માસથી કરે છે

વર્ષો જુના સંબંધ ફિલ્મના ગીતના શબ્દો હતા…. ‘ચલ અકેલા ..ચલ અકેલા… તેરા મેલા પીછે છૂટા રાહી … ચલ અકેલા’  આ ગીતનાં સુંદર શબ્દોને આધાર બનાવી એકલા રહેતા જરૂરિયાતમંદ બહેનોને તમામ પ્રકારે સહાયભૂત થતા ઉષાબેન જોશી સ્વખર્ચે છેલ્લા ૨૦ વર્ષથી ‘સેવાયજ્ઞ’  ચલાવી રહ્યા છે.

દિવસ ઉગે ને પોતાનું ગૃહકાર્ય પતાવીને જરૂરિયાતમંદોની સેવામાં લાગી પડતા ઉષાબેન જોશી હોસ્પિટલનાં દર્દીઓને જમવા-દવાની તમામ જરૂરિયાત પૂરી કરતા ખાસ એકલા રહેતા બહેનો માટેની ‘કેર ટેકર’ ની ભૂમિકા તો બહેનોને દેવદૂત જેવી લાગતી સેવા-ધર્મ પરાયણ સાથે સાદુ જીવન જીવતા ઉષાબેને બીજાના દુ:ખ દર્દમાં મદદરૂપથઈનેવ્યતિતકરેછે. તેમણેહાલ૬૫વર્ષછે.

કોઈને પણ મુશ્કેલી હોય તો ઉષાબેન જોશી પહોચીને પોતાનાથી થતી તમામ મદદ કરવા લાગે છે. કોઈપણ જાતની પ્રસિધ્ધીના મોહવગર મુક સેવક તરીકે એક મહિલા દ્વારા જરૂરિયાતમંદમહિલાનીશ્રેષ્ઠસેવાકરી રહ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ બહેનોને તો મૃત્યુ સુધી તમામ સેવા કાર્યો કરતા તેમના વિદેશ રહેતા ભાઈ -બેન તો ઉષાબેનને ભગવાન માનવા લાગ્યા હતા દરરોજ નવડાવવા-જમાડવા સાથે છેલ્લે મૃત્યુ બાદ તમામ વિધી પણ એક મહિલા તરીકે સંપન્ન કરી.

એક કિસ્સો ઉષાબેન જોશીએ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે ૮ વર્ષ પહેલા એક કપલને તેના એકના એક દિકરાએ કાઢી મૂકયા ત્યારે તેને મારી ઘેર ત્રણ મહિના સુધી સાચવ્યા હતા હાલમાં કોરોના મહામારીમાં ૪૦ મંદ બુધ્ધીની બાળાને રાશન કિટ આપી રહ્યા છે. એક એકલા રહેતા બેન ડિપ્રેશનમાં આવ્યાને કશુ જ કરી ન શકતા ત્યારે ઉષાબેન છેલ્લા એક વર્ષથી નિયમિત સવાર બપોર સાંજ સેવા કરી, માનવ સેવા કરી હતી.

૨૦૦૮માં સેવા શરૂઆતનાં પ્રારંભે ૪૦ આંગણવાડીમાં બાળકોને પોષ્ટિક નાસ્તો આપ્યોને બાદમાં મહિલાઓને વિધવા સહાય નિરાધાર પેન્સન વિવિધ સરકારી મહિલા સહાય યોજના વિષયક માર્ગદર્શન સેવા સહાય પણ શ્રેષ્ઠ રીતે કરી રહ્યા છે. ઉષાબેને ઘણા મહિલાઓના જીવનમાં ઉજાશ કરીને પગભર બનાવ્યા હતા.

ઉષાબેન જોશી પોતે એક સારા ગાયક કલાકાર છે. તેમનો શોખ જુના ગીતોનો છે. તેઓ નિયમિત પણે ગીતો ગાયને નિજાનંદન સાથે શ્રેષ્ઠ જીવન વિતાવી રહ્યા છે. એક મહિલા દ્વારા મહિલાઓની સેવાકરતા ઉષાબેન જોશી ‘વન મેન આર્મી’ તરીકે શ્રેષ્ઠ મહિલા શકિતનું ઉદાહરણ છે. પોતે પણ એકલા રહેતા હોવાથી બીજાની પીડા વધુ સમજી શકતા હતા.

Loading...