Abtak Media Google News

પરવાનેદાર રંજનબેન ખખ્ખર વિરુઘ્ધ ગ્રાહકોની ફરિયાદ બાદ પુરવઠા અધિકારી સહિતનો કાફલો દોડયો

રેશનકાર્ડ ધારકોને પોતાના હિસ્સાનું અનાજ-કેરોસીન નહીં આપી પુરવઠા વિભાગના નિતી-નિયમોનું પાલન નહીં કરનાર રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ નગરસેવિકા અને પરવાનેદાર રંજનબેન ખખ્ખરને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી સહિતની ટીમે દરોડો પાડી રૂ.૪૧ હજારનો જથ્થો સીઝ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.Vlcsnap 2018 08 28 13H31M54S197પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સહકારનગર મેઈન રોડ પર આવેલ ન્યુ મેઘાણીનગર વિસ્તારમાં વ્યાજબી ભાવની દુકાન ધરાવતા પૂર્વ નગરસેવિકા રંજનબેન ખખ્ખર દ્વારા રેશનકાર્ડ ધારકોને નિયમિત રીતે અનાજ-કેરોસીન આપવામાં ન આવતું હોવાની ફરિયાદ મળતા આજે જિલ્લા પુરવઠા અધિકારી યોગેશ જોષી, પુરવઠા નિરીક્ષક રાદડિયા, પરસાણીયા, સખીયા અને કલાર્ક રવિભાઈ સહિતની ટીમે પરવાનેદારને ત્યાં દરોડો પાડતા અનેક ગેરરીતિઓ સામે આવી હતી.3 81વધુમાં સસ્તા અનાજના વિક્રેતા રંજનબેનને ત્યાં ભાવનું બોર્ડ ન દર્શાવવા ઉપરાંત જણસીના નમુના ન રાખવા, ફરિયાદ પેટી ન રાખવી અને હિસાબી સાહિત્યની નિભાવણી ન કરવા બદલ ૬૪૦ લીટર કેરોસીન, ૫૦૦ કિલોગ્રામ ચોખા, ૬૦૦ કિલોગ્રામ ઘઉં, ૩૫૦ કિલોગ્રામ ખાંડ, ૨૮૮ લીટર તેલ અને ૨૨૦ કિલો નિમક સહિત કુલ ૪૧ હજારનો મુદામાલ જપ્ત કરી રંજનબેન વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.