Abtak Media Google News

ચોથા વર્ગના કર્મચારીને ‘વહીવટ’ મળતા બંધ થતા હજુ પણ અનેક ગોલમાલ છતી થવાનાં સંકેતો: રેલો પુરવઠા વિભાગ સુધી પહોંચશે

ભ્રષ્ટાચારી ખદબદતા જિલ્લા પુરવઠા નિગમના ગોડાઉનમાં ઘઉંના જથ્થામાં ૨૩૦ ગુણીની ઘટ આવવા પ્રકરણમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. વર્ષોથી અહીં ફરજ બજાવતા અને તમામ વહીવટો હાથ વગા રાખનાર ચોાથા વર્ગના કર્મચારીને અચાનક જ સાઈડ લાઈન કરી દેવામાં આવતા ગોડાઉનમાં ચાલતી ગોલમાલો બહાર આવી રહી છે અને હજુ પણ આવા અનેક કરતુતો બહાર આવે તેવા સંકેતો વચ્ચે સિટી અને તાલુકા ગોડાઉનમાં ચાલતી ગેરરીતિ ઉજાગર વાની શકયતા જોવાઈ રહી છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે સમગ્ર કૌભાંડમાં જિલ્લા પુરવઠા અધિકારી કચેરીના કેટલાક લોકોની સંડોવણી હોવાનું પણ ખુલવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ, શહેર તાલુકાને સસ્તા અનાજનો જથ્થો જયાંથી ફાળવવામાં આવે છે તેવા જંકશન પ્લોટ સ્થિતિ જિલ્લા પુરવઠા નિગમના ગોડાઉનમાં ૨૩૦ ગુણી ઘઉંની ઘટ આવ્યા બાદ રાતો રાત જ આ ઘટ સરભર યાનો જવાબદારો દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. બીજી તરફ વર્ષોથી અહીં સપિત હિતો અને મોટા ગજાના સસ્તા અનાજના પરવાનેદારો દ્વારા નિગમના જ લાલચુ, લાંચીયા સ્ટાફને ફોડી સાંજ પડયે દરરોજ મોટાપાયે સરકારી અનાજ ખુલ્લા બજારમાં ધકેલવામાં આવી રહ્યું છે જેની જાણ નવા આવેલા મહિલા અધિકારીને થઈ જતાં સ્ટોક પત્રક મંગાવતા જ આ ભાંડો ફૂટવા પામ્યો છે.

જો કે, આ મામલે મહિલા અધિકારીએ ગાંધીનગર સુધી રિપોર્ટ કર્યો હોય આવનારા દિવસોમાં ઘઉંની ઘટના ઘેરા પ્રત્યાઘાતો પડવાની પણ શકયતા જોવાઈ રહી છે તો બીજી હકીકત એવી પણ બહાર આવી છે કે, વર્ષોથી અહીં તમામ પ્રકારનો વહીવટ કરતા એક ચોથા વર્ગના કર્મચારીની વહીવટમાંથી બાદબાકી કરી નાખવામાં આવતા પુરવઠા ગોડાઉનમાં ચાલતી ગોલમાલ ઉચ્ચ કક્ષાએ પહોંચી છે અને આવનારા દિવસોમાં હજૂ પણ મસમોટા કૌભાંડો બહાર આવે તેવી શકયતા જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, પુરવઠા ગોડાઉનમાં લેતી-દેતીનો એવો તો સીનારીયો ચાલે છે કે, ઘઉં, ચોખા, ખાંડમાં વેપારીઓને ઓછો જથ્થો આપી વધેલો માલ મોટા વેપારીઓને વેંચવા માટે આપવાની સાથે સાથે જયારે ઘટ પડે તો આ જ વેપારીઓ પાસેી રાતો રાત જથ્થો મંગાવી ગણતરી પૂર્ણ થયે પુન: એના એ જ બાચકા વેપારીને પહોંચાડી દેવામાં આવે છે.

જો કે આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે, પુરવઠા નિગમમાં ફેલાયેલા આ સડામાં જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીના કેટલાક માથાઓ પણ સંડોવાયેલા છે અને નિગમના લાંચીયાઓ પાસેથી નિયમીતપણે મહિને દહાડે મોટી રકમ મળી જતી હોય કયારેય પુરવઠા તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ પણ ન કરવામાં આવતું હોવાનું નિગમના જ સૂત્રો જણાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.