Abtak Media Google News

રાજકુમારી લતીફાને દુબઈ પરત મોકલવા અને માઈકલ ક્રિશ્ચનને ભારત પ્રત્યાર્પણ કરાવવું તે એક રાજકીય કુટનીતિનો ભાગ

રાજકારણ એક સતરંજ જેવી રમત છે, જેમાં કેવી રીતે પ્યાદાઓનો ઉપયોગ કરવો તે મહત્વનું હોય છે. ત્યારે ભારત ખરા અર્થમાં કુટનીતિમાં માહિર હોય તેવું લાગે છે. કોઈપણ દેશ એમાં પણ જયારે દુબઈની વાત કરવામાં આવે તો પ્રત્યાર્પણ કોઈપણનું કરાવવું તે ખૂબજ મુશ્કેલ બની જતું હોય છે. વાત કરવામાં આવે તો યુનાઈટેડ આરબ અમીરાતમાં એક માસ પૂર્વે ત્યાંની રાજકુમારી આરબ છોડી નાસી છૂટી હતી. હાલ યુએસ માનવ અધિકારના મેરી રોબીનસને જણાવ્યું હતું કે, પ્રિન્સેસ લતીફા હાલ અસ્વસ્થ છે. એમની સાથે વાતચીત દરમિયાન મેરી રોબીનસનને ખ્યાલ આવ્યો હતો કે, તેમના પર રોકટોક લગાવવાના પગલે તેઓ કંટાળી આરબ છોડી નાસી છૂટી હતી. પરંતુ ભારતીય દરિયા કિનારામાં આવતા જ ભારતે તેમને ફરીથી તેમના વતન મોકલી આપવામાં આવ્યા હતા.

વાત જોતા તો એટલું જ લાગે કે દુબઈની પ્રિન્સેસને પોતાના કુટુંબી વ્યવહાર અને રૂઢીચુસ્ત પરંપરાને લઈ આ પગલુ તેઓએ ભર્યું હશે. પરંતુ રાજકીય રીતે વાત કરવામાં આવે તો મોદી સરકાર દ્વારા પ્રિન્સેસને ફરીથી પોતાના વતન મોકલી દેવામાં આવ્યા હતા. કયાંક એવું પણ માનવામાં આવે છે કે, ઓગષ્ટા વેસ્ટલેન્ડ ચોપર કૌભાંડનો વચેટીયો માઈકલ ક્રિશ્ચનને જયારે દુબઈથી પ્રત્યાર્પણ કરાવી ભારત લાવવામાં આવ્યો તો તે એક યોજનાનો ભાગ માનવામાં આવે છે. કારણ કે, દુબઈ કદી પણ કોઈનું પ્રત્યાપર્ણ કરાવવામાં માન્યુ નથી ત્યારે ભારત સરકારે પ્રિન્સેસ લતીફાને દુબઈ મોકલતા જ તેઓએ આડકતરી રીતે માઈકલ ક્રિશ્ચનના પ્રત્યાર્પણ માટેનો મુદ્દો આરબના રાજા સમક્ષ મુકયો હતો. એટલે ભારત સરકારે એક હાથ સે લો ઔર એક હાથ સે દો, તેવી નીતિનો ઉપયોગ કર્યો હતો.

વાત કરવામાં આવે તો હાલ પ્રિન્સેસ લતીફાએ યુનાઈટેડ હ્યુમન રાઈટ્સનો સહારો લીધો છે. ત્યારે મેરી રોબીનશને જણાવ્યું હતું કે, પ્રિન્સેસ લતીફા ખુબજ લોકપ્રિય યુવાન સ્ત્રી છે પરંતુ તે હાલ ખૂબજ મુશ્કેલીમાં છે. તેને હાલ મનોચિકિત્સક તબીબી સારવારની ખુબજ જરૂર છે. જે હાલ ગંભીર માનસીક બીમારીથી પિડાઈ રહી છે. પરંતુ રાજકીય રીતે વાત કરવામાં આવે તો રાજકારણમાં કોઈ કોઈનું મિત્ર કે કોઈ કોઈનું દૂશ્મન નથી હોતુ માત્ર સતરંજની જેમ પ્યાદાઓનો ઉપયોગ જ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.