કાળિયા ઠાકોરને અલૌકિક શણગાર: રપ૦૦ દિવડાઓનો અનેરો ઝગમગાટ

તેલની બુંદીની અનોખી રંગોળી: ભાવિકોએ દર્શનનો લ્હાવો લઇને ધન્યતા અનુભવી

દેવભૂમિ દ્વારકા: જગતમંદિર દ્વારકાધીશ મંદિરમાં કાળિયા ઠાકોરના સાનિઘ્યમાં કાર્તિક પુર્ણિમાના દિવસે પુજારી પરિવાર દ્વારા ૨૫૦૦ દિગડા અને રંગોળી સાથેના અલૌકિક શણગાર સાથે દીપાવ્યા હતા. આ જાજરમાન દર્શનનો લ્હાવો લેવા ભાવિકો ઉમટી પડયા હતા. તથા દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. યાત્રાધામ દ્વારકા જગત મંદિરે કાર્તિક સુદ પુનમના દિવસે દેવી-દેવતાનો તહેવાર દિવાળી એટલે દેવદિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને દામોદર ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે દિવાદાનનું અનેરુ મહત્વ હોવાથી દિા પ્રગટાવી દેવોના ચરણોમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે જે ઉત્સવ દ્વારકાધીશ જગત મંદિરમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. નિજ મંદિર અંદર પૂજારી પરિવાર દ્વારા રંગોળી બનાવી શ્રીજી પાસે દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા તેમજ જગત મંદિરે રાણીવાસમાં પુજારી આનંદભાઇ પરિવાર દ્વારા રપ૦૦ દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા.

પુનમે કુંડલાભોગ દર્શનનો લાભ લેતા ભકતો: દ્વારકાધીશને સુવર્ણહાર, ચાંદીનો કળશ અર્પણ

જગત મંદિર યાત્રાધામ દ્વારકામાં સોમવારેે કાર્તિક સુદ પુનમ ને દેવદિવાળીના પવિત્ર દિવસે વહેલી સવારથીજ કાળિયા ઠાકોરના દર્શન કરવા ભાવિકોનું ધોડા પુર ઉમટી પડ્યું હતું વહેલી સવારે ગોમતી સ્નાન કરી ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા હતા ગોમતીધાટ છપ્પનસિડી સ્વર્ગ દ્વાર તેમજ મંદિર પરીસરમાં મોક્ષ દ્વાર પાસે ભાવિકોની લાંબી કતારો જોવા મલી હતી પુજારી દ્વારા ઠાકોરજીને અલૌકિક શણગારની ઝાખી સાથે કુંડલાભોગ ના ભાવિકોને દર્શન કરાવ્યા હતા દેવ દિવાળીને દિવસે દ્વારકાધીશજીના પરમ ભક્ત જામનગર જીલ્લાના બેરાજા ગામના  કંકુબેન જાદવભાઈ તથા  મઘીબેન ભુરાભાઈ પરિવાર દ્વારા શ્રીજીને સવારે અંદાજીત ૧૦૮ ગ્રામનો હીરા જડીત સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો તેમજ બિજા દ્વારકાના દ્વારકાધીશજીને વિષ્ણુસહસ્ત્ર પાઠ કરતા મહિલા મંડળ દ્વારકા દ્વારા શ્રીજી ને અંદાજે ૪૦૦ ગ્રામ એક  ચાંદીનો લોટો અર્પણ કરવામાં આવ્યો કાર્તિક સુદ પુનમના દેવ દિવાળીના દિવસે વહેલી સવારથી રાત્રી સૂધીમાં સંખ્યાબંધ ભાવિકોએ ગોમતી સ્નાન કરી કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવિ હતી.

Loading...