વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાના મોદી સરકારના લક્ષ્યાંકને પૂર્ણ કરશે સુપર કોમ્પ્યુટર મિહિર

196
mihir-super-computer
mihir-super-computer

મોદી સરકારનાં અંતિમ સંપૂર્ણ બજેટમાં ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ, ખેડુત વર્ગને ગરીબ વર્ગ માટે ખાસ ધ્યાન દોરાયું છે. નાણાપ્રધાન અરૂણ જેટલી ખેડુતો પર વરસ્યા હોય તેમ કેન્દ્રીય બજેટમાં રાહતોનો વરસાદ હોય તેમ કેન્દ્રીય બજેટમાં રાહતનો વરસાદ વરસાવ્યો છે. અને વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાના મોદી સરકારનાં લક્ષ્યાંક પર ખાસ ભાર મૂકયો છે મોદી સરકારનાં આ લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં એક કોમ્પ્યુટર વિશેષ મદદરૂપ થશે જી.હા, ‘મિહીર’ નામનું એક સુપર કોમ્પ્યુટર રૂ. ૪૫૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે જે ભારતીય કિસાનો માટે સોને કી ચીડીયા સમાન બની રહેશે.

આ સુપર કોમ્પ્યુટર નવીદિલ્હીમાં નોઈડા ખાતે આવેલા નેશનલ સેન્ટર ફોર મીડીયમ રેન્જ વેધર ફોરકાસ્ટીંગમાં રાખવામાં આવ્યું છે. જે હવામાનના સચોટ આંકડા આપી શકશે. મીહીર કોમ્પ્યુટર હાઈ પર્ફોમન્સ કોમ્પ્યુટર સીસ્ટમથી સજજ છે. તાજેતરમાં સાયન્સ મીનીસ્ટર ડો. હર્ષવર્ધને આ સુપર કોમ્પ્યુટર મીહીરનું ઉદઘાટન કર્યુ હતુ.ડો. હર્ષવર્ધને સુપર કોમ્પ્યુટર મિહિરનું ઉદઘાટન કરી જણાવ્યું હતુ કે, હવે, હવામાનનું વધુ સચોટ અનુમાન મળી રહેશે. સુપર કોમ્પ્યુટર મિહિરની મદદથી આવતા દિવસોમાં બ્લોક લેવલ સુધી મોસમનું પુર્વાનુમાન થઈ શકશે. અને વધુ સચોટ આંકડા મળી શકશે જેની મદદથી હવામાન અંગે વધુ સા‚ અને મજબુત આયોજન થઈ શકશે.

હાલ રાષ્ટ્રીય મધ્યમ અવધી મોસમ પુર્વાનુમાન કેન્દ્રમાં જે સીસ્ટમથી હવામાનનું અનુમાન બનાવવામા આવે છે તે ખૂબજ જૂની થઈ ગઈ છે. અને આ સીસ્ટમથી જે આંકડાઓ પ્રાપ્ત થતા તે માત્ર ૭૦ થી ૮૦ ટકા જ સાચા ઠરતા જયારે હવે આ સુપર કોમ્પ્યુટર મીહીરની મદદથી દેશભરમાં હવામાન અને આબોહવાની પરિસ્થિતિના સચોટ આંકડા મળશે જે. ૯૫ ટકા સુધી સાચા ઠરે તેવી આશા છે. અત્યાર સુધી મેથેમેટીકલ કોમ્પ્યુટર મોડલ (જમીનથી આકાશ સુધીની ગતીવિધીઓ) પર આધારીત સીસ્ટમ હતી જયારે હવે લેન્ડ સરફેસ પ્રોસેસનો (સમુહ અંદરની ગતિવિધીઓ) પણ સમાવેશ કરી દેવાયો છે.થોઈડા સ્થિત રાષ્ટ્રીય મધ્યમ અવધી મોસમ પુર્વાનુમાન કેન્દ્રના સીનીયર સાયન્ટીસ્ટ ડો. આશીષ મિત્રાએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે, આ સિસ્ટમ લાગુ થવાથી હવામાનના અનુમાનમાં ભારત અમેરિકાની જેમ તાકાતવાન બનશે. આ સિસ્ટમ અમેરિકા અને યુકેમાં પહેલેથી જ લાગુ છે. આ પધ્ધતિના અમલથી ભારતીય કૃષિનેસીધો લાભ મળશે.

ડો. હર્ષવર્ધને કહ્યું કે, હાઈ પર્ફોમન્સ કોમ્પ્યુટર એચપીસી સીસ્ટમમાં ભારત જાપાન, યુકે અને યુએસ બાદ ચોથો નંબર ધરાવતો દેશ બની ગયો છે. ઈન્ડીયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચની સાથે સંકલન કરી સરકાર જીલ્લા કક્ષાએ ૧૩૦ એગ્રોમેટ ફીલ્ડ યુનીટમાં ખેડુતો માટે સલાહકાર નીમશે. જોકે, હાલ ૨૪૦ લાખ ખેડુતોને સલાહકાર મળ્યા છે. અને તેઓએ હવામાનની સચોટ માહિતી પુરી પાડી છે. અને હવે આ સેવાની વ્યાપ વધારવા સરકાર આગળ વધી છે.જેનાથી ખેડુતોને પ્રત્યક્ષ અને પરોક્ષ પણે લાભ મળશે. ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી સાથે મોસમી આબોહવા ધરાવતો દેશ છે. મોસમના આધારે ખેડતો પાકનું વાવેતર કરે છે. ત્યાર હવે આ સુપર કોમ્પ્યુટર મીહીરની મદદથી હવામાનના સચોટ આંકડા મળશે અને પુર્વાનુમાન સચોટ મળવાથી ખેડુતોને પાક અને ઉત્પાદન વિશે અગાઉથી વિશેષ જાણકારી મળશે. જેથી મોદી સરકારનાં વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને પણ ખાસી એવી મદદ થશે.

Loading...