Abtak Media Google News

ત્રિપુરામાં મળેલી સફળતા બાદ હવે કર્ણાટક, કેરળ, પં.બંગાળ, ઓરિસ્સા, રાજસન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સફળ વા નેટવર્ક મજબૂત બનાવતો ભારતીય જનતા પક્ષ

પૂર્વોતરના રાજયોમાં ભારતીય જનતા પક્ષને ઐતિહાસીક સફળતા મળ્યા બાદ હવે સરકાર રચવાની કવાયત ચાલી રહી છે ત્યારે ભાજપની આ સફળતા પાછળ સંઘના સનિષ્ઠ કાર્યકર અને ભાજપના જનરલ સેક્રેટરી રામ માધવની રણનીતિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ભાજપને બહુમતી અપાવવા માટે આરએસએસના માધવે કમરકસી હતી.

ભાજપને ઘણી જગ્યાએ વિજય અપાવવા માટે રામ માધવને પડદા પાછળના કલાકાર માનવામાં આવે છે. ૫૩ વર્ષના માધવે આસામની ચૂંટણીથી ભાજપનો પૂર્વોત્તર રાજયોમાં પ્રવેશ કરાવ્યો હતો. નોર્થ ઈસ્ટના રાજકીય સમીકરણોમાં રામ માધવને માસ્ટર માઈન્ડ માનવામાં આવે છે. તેઓ પાયાના સંઘ પ્રચારક રહ્યાં છે. અગાઉ રામ માધવે કાશ્મીરમાં પીડીપી સો મળી ભાજપની સરકાર બનાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. આ ઉપરાંત વડાપ્રધાનના વિદેશ પ્રવાસ દરમિયાન જાહેરસભાઓનું પ્લાનીંગ પર રામ માધવના શિરે હતું. તેમણે ન્યુયોર્કના મેડિશન સ્કવેર ગાર્ડનમાં યેલા વડાપ્રધાનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહુ સોની મુલાકાત પાછળ પણ માધવનું મગજ કાર્યરત હતું.

ત્રિપુરામાં મળેલી ઐતિહાસિક જીત બાદ હવે ૨૦૧૯ લોકસભામાં ભાજપની જીત નિશ્ર્ચિત જેવી જણાય રહી છે. આગામી ૨ મહિનામાં કર્ણાટકમાં પણ વિધાનસભા ચૂંટણી છે જયાં પકડ મજબૂત બનાવવા માટે ભાજપે તૈયારીઓ પૂરી કરી છે.

ત્રિપુરામાં મળેલી સત્તા અને મેઘાલયમાં મળેલી સફળતા બાદ કાર્યકરોનો ઉત્સાહ વધશે. રાજસન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિતની ચૂંટણીઓ વર્ષના અંતે છે. જેમાં સફળતા મેળવવા ત્રિપુરાનો વિજય મહત્વનો બની ગયો છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ૨૦૧૩માં ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૫૦ બેઠકોમાંથી ૪૯ બેઠકોમાં ડિપોઝીટ ગુમાવી હતી. જયારે ૨૦૧૮માં તદ્દન વિપરીત પરિસ્થિતી જોવા મળી રહી છે. ભાજપ ત્રિપુરામાં સૌી શક્તિશાળી પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. હવે કેરળ, પં.બંગાળ અને ઓરિસ્સા સહિતના રાજયોમાં પણ ભાજપે સફળ વા માટે કમરકસી છે.

મેઘાલયમાં કોંગ્રેસ સીંગલ લાર્ઝેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવી હોવા છતાં બહુમતી માટે પનો ટૂંકો પડયો છે અને ફકત બે બેઠક મેળવનાર ભાજપે પ્રાદેશિક પાર્ટીઓની મદદી સરકાર રચવાનું બિડુ હામાં લીધુ છે. પરિણામે મેઘાલયમાં સરકાર રચવાનું કોંગ્રેસનું સ્વપ્ન સાકાર વું મુશ્કેલ જણાય આવે છે. નાગાલેન્ડમાં સરકાર રચવાની તમામ અટકળો પર ભાજપે પૂર્ણવિરામ મુકી દીધું છે. ઉત્તર-પૂર્વ ભારતના ભાજપના પ્રભારી રામ માધવ અને નાગાલેન્ડમાં ભાજપના સહયોગી પાર્ટી નેશ્નાલીસ્ટ ડેમોક્રેટીક પ્રોગ્રેસીવ પાર્ટી (એનડીપીપી)ના વડા નેઈફૂ રિયોએ ગઈકાલે રાજયપાલ પી.બી.આચાર્યની મુલાકાત લઈ રાજયમાં સરકાર રચવાનો દાવો કર્યો હતો. સમગ્ર ચૂંટણીમાં ભાજપ તરફી માધવે કરેલા પ્રયાસોના અંતે ર્નો ઈસ્ટમાં ભાજપનો સૂર્યોદય યો છે. આ તમામ સંકલન પાછળ સંઘના નેટવર્કનો મહત્વપૂર્ણ હા રહ્યો છે. સંઘ દ્વારા આ રાજયોમાં ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે મહિનાઓ પહેલા તૈયારીઓ કરવામાં આવી હતી. આગામી સમયમાં કર્ણાટક, રાજસન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, પં.બંગાળ અને ઓરિસ્સા માટે પણ સંઘે નેટવર્ક ગોઠવી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.