Abtak Media Google News

સૂર્ય ઉર્જા ક્ષેત્રે ભારત સમગ્ર વિશ્વમાં પાંચમા ક્રમે

મધ્યપ્રદેશના રેવા ખાતેના સોલાર પાવર પ્રોજેકટને લોકાર્પણ કરતા વડાપ્રધાન

સૂર્યપ્રકાશએ એકવીસમી સદીની ઉર્જા છે તેમ મધ્યપ્રદેશના રેવા ખાતેનાં સોલાર પાવર પ્રોજેકટને લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ.

મધ્યપ્રદેશનાં રેવા ખાતેનાં સૂર્ય ઉર્જા પ્રોજેકટને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી દેશને લોકાર્પણ કરતા વડાપ્રધાને જણાવ્યું હતુ કે સૂર્યપ્રકાશ એ આવતા વર્ષો એટલે કે એકવીસમી સદીની ઉર્જા છે. આપણે તેનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.

વડાપ્રધાને જણાવ્યું છે કે મધ્યપ્રદેશના રેવા ખાતેનો આ સૂર્ય ઉર્જા પ્લાન્ટ દેશનો મહત્વનો ઉર્જા પ્લાન્ટ છે. અહીં ૨૫૦-૨૫૦ મેગાવોટના ત્રણ યુનિટ સ્થપાયા છે. જે ૫૦૦ હેકટર જમીન પર પધરાયેલો છે. રેવાનો સોલાર પાર્ક ૧૫૦૦ હેકટરમાં બનેલો છે. કેન્દ્ર સરકારે આ સોલાર પાર્કના વિકાસ માટે રૂા.૧૩૮ કરોડ આપ્યા છે.

રેવા અલ્ટ્રામેગા સોલાર પાર્ક એ મધ્યપ્રદેશ ઉર્જા વિકાસ નિગમ અને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું સંયુકત સાહસ છે. સોલાર પાર્ક ૧૫૦૦ હેકટરનમાં પથરાયેલો છે.

આ પ્રોજેકટથી વર્ષે ૧૫ લાખ ટન કાર્બન ડાયોકસાઈડ ઉત્સર્જનમાં ઘટાડો થશે ૨૦૨૨ સુધીમાં ભારતનો ૧૭૫ ગીગાવોટ પાવરનો લક્ષ્યાંક છે. જેમાં આ સોલાર પ્રોજેકટ લક્ષ્યાંક સિધ્ધ કરવા મહત્વનું યોગદાન આપશે.

આ સોલાર પ્રોજેકટમાંથી ઉત્પન્ન થતી વિજળી પૈકી ૨૪ ટકા વીજળી દિલ્હી મેટ્રોને અપાશે બાકીની ૭૬ ટકા વીજળી રાજયની વીજ વિતરણ કંપનીઓને અપાશે. આ વીજ પ્રોજેકટથી સંસ્થાકીય ગ્રાહકોને સીધી જ વીજળી પુરી પડાશે. આ પ્રોજેકટને વડાપ્રધાને લખેલી બૂક ‘એ બૂક ઓફ ઈનોવેશન: ન્યુબીંગીનીંગ્સ’માં સમાવાયો છે.

પ્રોજેકટને મળ્યો છે વર્લ્ડ બેંક એવોર્ડ

અત્રે એ યાદ આપીએ કે નવતર અને ઉત્કૃષ્ટતા માટે આ પ્રોજેકટને વર્લ્ડ બેંક ગ્રુપ પ્રમુખનો એવોર્ડ મળ્યો છે.

 

સૂર્ય પ્રકાશથી ઉત્પન્ન વીજળી સસ્તી

સોલાર પ્લાન્ટથી મળતી વીજળીના ભાવ ૦૧૭માં પ્રતિ યુનિટ રૂ. ૪.૫૦ હતા. રેવા સોલાર પ્લોટમાં પ્રથમ વર્ષે રૂ. ૨.૯૭ના ભાવે વીજળી મળશે. બાદમાં પંદર વર્ષ સુધી પ્રતિ વર્ષ યુનિટ દીઠ રૂ. ૦.૦૫ નો વધારો થશે અને રપ વર્ષે આ દર રૂ. ૩.૩૦ પહોચશે આમ સોલાર પ્લાટથી ઉત્પન્ન થતી વીજળી એકદમ સસ્તામાં ઉપલબ્ધ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.