સતનામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે સમૂહલગ્નોત્સવ

56

પાંચ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે

સતનામ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા પાંચ દિકરીઓના વિના મૂલ્યે સર્વજ્ઞાતિ ચોથો સમૂહ લગ્નોત્સવ મહાવદ આઠમને રવિવાર તા. ૧૬ સમય સવારે ૬ કલાકે લગ્ન સ્થળ જલજિત હોલની સામે કોમ્યુનિટી હોલ પાસે, કોપોરેશ પ્લોટ, બોલાબાલા, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

જગદીશભાઈ સરવૈયાએ પાંચ દિકરીઓના સમૂહ લગ્ન પહેલાં પચાસ દિવસ સંપૂર્ણ મૌન વ્રત રાખ્યું હતું અને તે મૌન વ્રતના કારણે સમૂહ લગ્નનું ભંડોળ તેમજ પાંચ દિકરીઓનો સંપૂર્ણ કરિયાવર ભેગો કરી આ સામાન્ય માણસે પાંચ દિકરીઓના પિતા સમાન બની આ જબરૂ કાર્ય કરી અનોખું સાહસ પાર પાડેલ છે. સમિતિમાં પાંચ સભ્યો કિશોરભાઈ એમ. ચંદારાણા, દક્ષાબેન સરવૈયા, ભાવનાબેન પંડિત વિગેરે ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યાં છે.

સભાનું સંચાલન મંત્રી અરવિંદભાઈ વાળા તેમજ સત્સંગી સેવક મનસુખભાઈ પરમાર કરશે.

Loading...